રાજકોટમાં તાપમાનનો પારો 42.8 ડિગ્રીએ જતા બપોરે રસ્તાઓ સૂમસામ
બે
દિવસ માટે કચ્છ, રાજકોટ, સાબરકાંઠા અને બનાસકાંઠામાં હીટવેવની આગાહી સાથે યલો એલર્ટ
ચોમાસુ
સામાન્ય કરતા સારું રહેશે: હવામાન વિભાગ
રાજકોટ,
અમદાવાદ, તા. 15: છેલ્લા ત્રણેક દિવસથી રોજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના ઘણા વિસ્તારોમાં
ગરમીનો પારો ઉંચો જઇ રહ્યો છે. આજે રાજકોટમાં તાપમાનનો પારો 42.8 ડિગ્રીએ પહોચતા બપોરે
રસ્તાઓ પર કફર્યૂ જેવો માહોલ જોવા મળી રહ્યો હતો. એક બાજુ કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે
અરવલ્લીના ભિલોડામાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ઝરમર વરસાદ પડયો છે. કમોસમી
વરસાદ પડતાં વાતાવરમાં ઠંડક પ્રસરી હતી. જો કે આ બધા વચ્ચે આગામી બે દિવસ માટે કચ્છ,
રાજકોટ, સાબરકાંઠા અને બનાસકાંઠામાં હીટવેવની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું
છે. રાજ્યમાં આકરી ગરમીના રાઉન્ડ વચ્ચે ચોમાસાને લઈ રાહતના સમાચાર આવ્યા છે. હવામાન
વિભાગે ગુજરાતામા આ વર્ષે સામાન્ય કરતા સારા ચોમાસાનું પૂર્વાનુમાન આપ્યું છે.
મળતી
મહિતી અનુસાર ભરઉનાળે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે બપોર બાદ અરવલ્લીના ભિલોડામાં
ઝરમર વરસાદ પડયો છે. કમોસમી વરસાદ પડતાં વાતાવરમાં ઠંડક પ્રસરી છે. બીજી બાજુ, 40 ડિગ્રી
તાપમાનમાં તપતા લોકોને રાહત મળી છે. વાદળછાયા વાતાવરણ અને પવન ફૂંકાતા લોકોને આકરી
ગરમીથી રાહત મળી હતી.
પવનની
દિશા હાલમાં પશ્ચિમ તથા ઉત્તર પશ્ચિમ હોવાથી રણપ્રદેશના સૂકા પવનો ગુજરાત તરફ આવી રહ્યા
છે. જેથી ગુજરાતના મહતમ તાપમાનમાં પણ વધારો થવાની શક્યતાઓ છે. આગામી સાત દિવસ સૂકુ વાતાવરણ રહેવાની હવામાન વિભાગે
આગાહી કરી છે ત્યારે ગરમીમાં વધારો થઇ શકે છે. સોરઠમાં છેલ્લા ત્રણેક દિવસથી તાપમાન
40 ડિગ્રી નીચે રહેતા લૂ લાગવાના નહિંવત કેસ જૂનાગઢ સિવિલમાં જોવા મળી રહયા છે. ગત
તા.9ના તાપમાન 43 ડિગ્રી ઉપર પહોચતા 10થી 15 જેટલા કેસ નોંધાયા હતા. તેમ સિવિલના સુપ્રિટેન્ડેન્ટ
ડો.કુતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું છે.
ભારતીય
હવામાન વિભાગે આગામી ચોમાસાને લઈ પૂર્વાનુમાન જાહેર કર્યું છે. હવામાન વિભાગના મતે
ગુજરાતમાં આગામી ચોમાસુ સામાન્ય કરતા સારું રહેશે. સ્કાયમેટ અને ભારતીય હવામાન વિભાગે
દેશમાં પણ આ વર્ષે ચોમાસુ સામાન્ય કરતા સારું રહેવાની આગાહી કરી છે. નોંધનીય છે કે,
ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષના ચોમાસાની વાત કરીએ તો, સામાન્ય કરતા સારું રહેતું આવ્યું
છે. છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ પર નજર નાખતા જણાય છે કે 2022માં 122.09 ટકા, 2023માં
108.16 ટકા અને 2024મો 126 ટકા વરસાદ પડયો હતો.