કળિયુગી
અર્જુનની ઉલટ તપાસ કરતા ખબર પડી કે
20
લાખમાં હરિયાણાના શૌકત અલીની મદદથી વિશાલ પંડયા નામનો માણસ લોકોને હથિયાર અપાવી રહ્યો
હતો
ભાર્ગવ
પરીખ
સુરેન્દ્રનગરથી
તમામ રિપોર્ટ એટીએસ પાસે આવતા જ એટીએસે સુરેન્દ્રનગરમાં ગેરકાયદે હથિયાર ધરાવતા લોકો
સાથેના કનેક્શન શોધી અમદાવાદમાં જે લોકોના નાગાલેન્ડ અને મણિપુરમાંથી ઓલ ઇન્ડિયાના
લાયસન્સ લીધા હતા. એમને હથિયાર અને લાયસન્સ સાથે એટીએસની ઓફિસે બોલાવ્યા. પહેલી નજરે
સાચા લગતા હથિયારના લાયસન્સમાંથી એક લાયસન્સ ઝીણવટથી જોયું તો પોલીસની આંખો પહોળી થઇ
ગઈ. 34 વર્ષના અર્જુન જિંદગીમાં ક્યારેય નાગાલેન્ડ ન હોતો ગયો પણ એ સાત વર્ષનો હતો,
ત્યારથી એની પાસે હથિયારનું લાયસન્સ હતું.
ગુજરાત
એટીએસના એક ઓફિસરે ગુજરાતના 108 લોકો સામે થયેલી પોલીસ ફરિયાદ જન્મભૂમિ સાથે શેર કરી
એમાં સ્પષ્ટ લખ્યું છે કે, 28 માર્ચે જે હથિયારનું લાયસન્સ અર્જુનના નામે હતું. એમાં
અર્જુનનું કાયમી એડ્રેસ દીમાપુર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ નાગાલેન્ડ હતું. અને એના હથિયારનું
લાયસન્સ 1998થી રિટેઈનર તરીકે રીન્યુ થયું હતું અને એમાં નાગાલેન્ડના પોલીસ અધિકારીનો
સિક્કો હતો. એટીએસના આ ઓફિસરે જન્મભૂમિ સાથેની
વાતચીતમાં કહ્યુ કે, એનો સીધો અર્થ એ થયો કે અર્જુન પાસે 7 વર્ષની ઉંમરથી હથિયારનું
લાયસન્સ હતું. આ સંભવ જ નથી કારણ કે 18 વર્ષ
પહેલા કોઈ એરગન રાખી શકતું નથી. ત્યારે એની પાસે 0.45 બોરના હથિયારનું લાયસન્સ હતું.
એનો અર્થ એ થાય કે ગેરકાયદે હથિયારને કાયદેસર રીતે ખપાવવાનું એક મોટું ષડયંત્ર ચાલી
રહ્યું હતું. અમે કળિયુગી અર્જુનની ઉલટ તપાસ કરી તો ખબર પડી કે 20 લાખ રૂપિયામાં હરિયાણાના
શૌકત અલીની મદદથી વિશાલ પંડયા નામનો માણસ લોકોને હથિયાર અપાવી રહ્યો હતો. અમે તાત્કાલિક
વિશાલ પંડયાને પકડયો.
વિશાલ
પંડયાને હરિયાણાના શૌકતઅલી સૈયદે 15 લાખમાં હથિયારનું લાયસન્સ અને 6 લાખમાં ગન અને
100 કાર્ટીઝ આપ્યા હતો. પોલીસ સામે વિશાલ પંડયાએ આપેલા લાયસન્સમાં મજાની વાત એ છે કે
એને પણ રિટેઈનર તરીકે 1997માં હથિયારનું લાયસન્સ ઈશ્યુ થયું હતું. એ વખતે વિશાલની ઉંમર
માત્ર 10 વર્ષની હતી. વિશાલ લાયસન્સ લઈશ પછી તાઉરમાં આવી ગયો હતો. એટલે એને હતરિયાણાના
નૂહમાં તુરુ રોડ પર હમિદ કોઠીમાં આવેલી શૌકત અલીની દુકાનથી ચાર લોકોને 20 લાખ રૂપિયા
લઇ આવી જ રીતે હથિયારના લાયસન્સ અપાવ્યા હતા. એટલે 15 લાખમાં લાયસન્સ મળતું હતું, એમાં
પાંચ લાખ એનું કમિશન બની જતું અને શૌકત અલીને એને કહ્યું કે એ વધુ ગ્રાહકો લાવી આપશે
એટલે શૌકત અલી એને એક લાયસન્સના 3 લાખ કમિશનના આપતો હતો. આમ વિશાલ પંડયા એક લાયસન્સ
આવવામાં 8 લાખ કમાતો હતો.
થોડા
સમયમાં રજુ ભરવાડ નામના વ્યક્તિ થકી સુરતના ગજાનંદ ગન હાઉસના માલિક સાથે ઓળખાણ થઇ અને
સુરતના ગજાનંદ ગન હાઉસનો માલિક અતુલ પટેલ 8 લાખમાં લાયસન્સ કઢાવી આપતો હતો. એમાંથી
ગેરકાયદે હથિયાર કાયદેસર બનવવાનો નવો ધંધો હવે સુરતથી શરૂ થયો .
(આણંદથી
સુરત આવી 62 વર્ષનો અતુલ પટેલ કેવી રીતે ધંધો કરતો હતો વાંચો આવતી કાલે)