વિશ્વ
બેંકે અનુમાન ઘટાડયું; વૈશ્વિક આર્થિક નબળાઇ વચ્ચે આગાહી
નવી
દિલ્હી, તા. 23 : વિશ્વ બેંકે બુધવારે ચાલુ નાણાં વર્ષ માટે ભારતના વિકાસ દરના અનુમાનને
ઘટાડીને 6.3 ટકા કરી નાખ્યું હતું. વૈશ્વિક આર્થિક નબળાઇ અને જાતિગત અનિશ્ચિતતાઓ વચ્ચે
આવી આગાહી કરાઇ છે.વર્ષમાં બેવાર જારી કરાતા અહેવાલમાં વિશ્વ બેંકે કહ્યું હતું કે,
2024-25માં ભારતમાં વૃદ્ધિનો દર નિરાશાજનક રહ્યો.હવે 2025-26ના નાણાં વર્ષમાં દેશનો
વિકાસ દર ઘટીને 6.3 ટકા રહેવાની સંભાવના છે, તેવું આ અહેવાલમાં જણાવાયું છે.
વર્લ્ડ
બેંકે નોંધ્યું છે કે, વેરા કાપથી અંગત ઉપયોગને લાભ મળવાની આશા છે. જાહેર રોકાણ યોજનાઓના
સારા અમલથી સરકારી રોકાણને વેગ મળશે. જો કે, વેપારનીતિમાં બદલાવ અને વૈશ્વિક વિકાસમાં
મંદીના કારણે નિકાસ માંગ પર અંકુશ લાગશે, તેવું અહેવાલ નોંધે છે. વૈશ્વિક અર્થવ્યવસ્થા
વધતી અનિશ્ચિતતા વચ્ચે દક્ષિણ એશિયાની વિકાસ સાથે જોડાયેલી સંભાવના કમજોર પડી છે.
અમેરિકાને
ચીનની લપડાક : નિકાસ 86 ટકા રોકી
ટેરિફ
વોરમાં ડ્રેગનની જવાબી કાર્યવાહીથી અમેરિકી ઉદ્યોગજગત હચમચ્યું
બેજિંગ,
તા.ર3 : દુનિયાની બે સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીન અને અમેરિકા વચ્ચે ટેરિફ મુદ્દે વાતચીત
દરમિયાન સ્થિતિ સુધરવાને બદલે વણસી છે. ચીને અમેરિકાને મોટો આંચકો આપતાં નિકાસ 86 ટકા
સુધી રોકી દીધી છે. જેને પગલે અમેરિકી ઉદ્યોગજગત હચમચી ઉઠયું છે. ચીને અમેરિકા સામે
પલટવારમાં પહેલા બોઈંગ વિમાનોની ખરીદી રોકયાબાદ હવે અમેરિકાને દુર્લભ ખનીજની સપ્લાય
રોકી દીધી છે. અમેરિકાની ઘણી ઈન્ડસ્ટ્રી ચીનથી કાચા માલની આયાત પર નિર્ભર છે જે ચીનના
આ પગલાંથી મુશ્કેલીમાં છે.
અમેરિકાએ છેડેલી ટેરિફ વોરમાં ચીન જરાય ઝૂકવાના મૂડમાં
નથી. ચીની મીડિયાના અહેવાલ મુજબ ચીને સોલાર પેનલ અને થર્મોઈલેક્ટ્રિક ઉપકરણોના નિર્માણમાં
મોટાપાયે જેનો ઉપયોગ થાય છે તે ટેલ્યૂરિયમ ધાતુની નિકાસ 44 ટકા ઘટાડી નાંખી છે. ટંગસ્ટન
રોડ શિપમેન્ટમાં 84 ટકાનો ભારેખમ ઘટાડો થયો છે. અન્ય ખનીજ પદાર્થ ટંગસ્ટનની નિકાસ
77 ટકા જેટલી ઓછી થઈ છે. ઉપરાંત મોલિબ્ડેનમ પાઉડર, બિસ્મથ જેવી અન્ય સામગ્રીની નિકાસ
રોકી દેવામાં આવી છે.