મહાત્મા
મંદિર ખાતે મુખ્યમંત્રીના હસ્તે શહેરી વિકાસ, આરોગ્ય, શિક્ષણ સહિત 12 વિભાગના રૂ.2885
કરોડના વિકાસ કામોની ભેટ અપાઈ
અમદાવાદ, તા.15: રાજ્યમાં 7થી 15 ઓક્ટોબર દરમિયાન
ઉજવાયેલા વિકાસ સપ્તાહના પૂર્ણાહૂતિ અવસરે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી શહેરી વિકાસ, આરોગ્ય,
શિક્ષણ, સાયન્સ એન્ડ ટેકનોલોજી સહિત 12 વિભાગોના રૂ.2,885 કરોડના 488 વિકાસ કામોની
ભેટ રાજ્યના નાગરિકોને આપી હતી. આ વર્ષના વિકાસ સપ્તાહના 9 દિવસ દરમિયાન સરકારે રૂ.5,000
કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી છે.
આ પ્રસંગે
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, 658 ભરતી મેળાઓ દ્વારા 55,000થી વધુ યુવાઓને ખાનગી
ક્ષેત્રમાં રોજગારની તકો પૂરી પાડવામાં આવી છે. ગુજરાતની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં
યુપીએસસી સિવિલ સર્વિસીસ સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન આપવા 10 આઈ.એ.એસ.
કાચિંગ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 5.30 લાખ ખેડૂત લાભાર્થીઓને રૂ.600 કરોડથી
વધુની સહાયનું વિતરણ રવિ કૃષિ મહોત્સવમાં કરવામાં આવી છે. જિલ્લા કક્ષાના કાર્યક્રમોમાં
રૂ.1535 કરોડથી વધુ કામોની ભેટ અપાઈ છે. મુખ્યમંત્રીએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને ભારતરત્ન
ડો. એ.પી.જે.અબ્દુલ કલામની જન્મજયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી હતી.
મુખ્યમંત્રીના
હસ્તે ક્યા-ક્યા પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું ?
- શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના
રૂ.2079 કરોડના 299
- આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં રૂ.252
કરોડના 64
- પ્રાથમિક શિક્ષણ વિભાગમાં રૂ.138 કરોડના
88
- વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગમાં રૂ.84
કરોડના 4
- સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાં રૂ.83
કરોડના 8
- શ્રમ અને રોજગાર વિભાગમાં રૂ.60 કરોડના
5
- ગૃહ વિભાગમાં રૂ.43 કરોડના 7
- કૃષિ વિભાગમાં રૂ.40 કરોડના 2
- ઉદ્યોગ અને ખાણમાં રૂ.34 કરોડના પ્રકલ્પો
- તકનિકી શિક્ષણમાં રૂ.31 કરોડના 2
- બંદરો અને વાહન વ્યવહાર વિભાગમાં રૂ.23
કરોડના 4
- પ્રવાસન વિભાગમાં રૂ.21 કરોડના પ્રકલ્પો