• શુક્રવાર, 17 ઑક્ટોબર, 2025

દિવાળી પહેલા અમરેલી એસટી વિભાગને 10 નવી બસ ફાળવાઈ

નવી બસને લીલી ઝંડી આપી જુદા જુદા એસ.ટી.ડેપોમાં રવાના કરવામાં આવી

અમરેલી, તા. 15: આગામી દિવાળીના તહેવારોમાં ટ્રાફિકને પહોંચી વળવા માટે થઈ અમરેલી એસ.ટી.વિભાગ દ્વારા આજે 10 નવી બસનું લોકાર્પણ ક એસ.ટી.પોર્ટ ખાતે કરવામાં આવ્યું હતું.

અમરેલી ડિવિઝનના અધિકારીનાં જણાવ્યા અનુસાર આ 10 નવી બસ પૈકી અમરેલી ડેપોને 2, ધારી ડેપોને 4, સાવરકુંડલા ડેપોને 2, બગસરા તથા રાજુલા એસ.ટી.ડેપોને 1 -1 બસ ફાળવવામાં આવેલી છે.

આ કાર્યક્રમમાં અમરેલીના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા, સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ 10 નવી બસને લીલી ઝંડી આપી જે તે એસ.ટી.ડેપોમાં રવાના કરવામાં આવી હતી.

આજથી ધારીથી નાથદ્વારા બસ શરૂ થવા જઈ રહી હોવાનું પણ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. જેમાં ધારી નાથદ્વારા રૂટમાં આ બે બસ મુકવામાં આવશે.

ઇ-પેપરના નવા શુલ્ક