• સોમવાર, 15 ડિસેમ્બર, 2025

નલિયાને પાછળ છોડી અમરેલી સીઝનમાં પહેલીવાર સૌથી ઠંડું શહેર, 11.2 ડિગ્રી

રાજ્યના 9 શહેરમાં તાપમાન 15 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાયું : આગામી સાત દિવસ સુઘી વાતારણમાં કોઈ ફેરફાર નહીં થાય

રાજકોટ, તા.14: છેલ્લા ત્રણ-ચાર દિવસથી ઠંડીના ચમકારા બાદ આજે રાજ્યમાં ઠંડીમાં થોડો ઘટાડો નોંધાયો છે પરંતુ આજે પહેલીવાર નલિયા કરતા અમરેલીનું તાપમાન ઓછું નોંધાયું છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે રાજ્યમાં 9 જેટલા શહેરો છે કે, જેનું લઘુતમ તાપમાન 15 ડિગ્રી કરતા ઓછું નોંધાયું છે. તેમાં પણ સૌથી નીચું તાપમાન પહેલીવાર અમરેલીમાં 11.2 ડિગ્રી નોંધાયું છે જ્યારે ઠંડા શહેર તરીકે જાણીતા નલિયામાં 11.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં આશિક ઘટાડો નોંધાઈ રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઠંડીમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. જો કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થયા બાદ ઠંડીમાં ફરી એક વખત વધારો થઈ શકે છે. રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી કેટલાક દિવસ વાતાવરણ સુકું રહેવાની શક્યતા છે. આગામી 7 દિવસ સુધી વાતાવરણમાં કોઈ વધારે બદલાવ થઈ શકે તેવી શક્યતા નહિવત છે. 4 દિવસ લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. રાજ્યમાં બેવડી ઋતુ રહેવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ 14 ડિગ્રી તાપમાન અને ગાંધીનગરમાં 13 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન છે. અત્યારે પવનની દિશા પૂર્વીય તરફના પવન ફૂંકાઈ રહ્યા છે. તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઠંડીમાં ઘટાડો થવાની સંભાવના છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

પાકિસ્તાનને કચડી ભારત U-19 એશિયા કપના સેમિફાઇનલમાં 90 રને સંગીન વિજય : ભારતના 240 સામે પાક. ટીમ 150 રનમાં ઢેર December 15, Mon, 2025