• સોમવાર, 15 ડિસેમ્બર, 2025

જેતપુર સાયબર ફ્રોડનું કનેક્શન દુબઇ પહોંચ્યું

જેતપુર, તા.14 : જેતપુર પંથક જાણે સાયબર ગઠિયાઓ માટે સોફ્ટ ટાર્ગેટ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. થોડા સમય પહેલા જ જેતપુર પોલીસે સાયબર ફ્રોડના એક કૌભાંડમાં 7 શખસને ઝડપી પાડયા હતા, ત્યાં જ આજે જેતપુર સિટી પોલીસે રૂ. 94,89,077 ના  સાયબર ફ્રોડ કૌભાંડમાં વધુ 10 શખસ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ વખતે કૌભાંડના તાર દુબઈ સુધી પહોંચ્યા છે.

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ રેકેટનો સૂત્રધાર રાહુલ પટેલ છે, જે અમરેલીના વાવડીનો વતની છે અને હાલ દુબઈ માં રહે છે. રાહુલ પટેલે જૂનાગઢના હર્ષદ દેસાઈ મારફતે જેતપુરના  લોકલ એજન્ટો કેવલ સીતાપરા અને પાર્થિવ ગોવાણીનો સંપર્ક કર્યો હતો.

આ એજન્ટો જેતપુરના મજૂરી કામ કરતા કે સામાન્ય નોકરી કરતા યુવાનોને ટાર્ગેટ કરતા હતા. સાયબર ફ્રોડના નાણા આ ખાતાઓમાં જમા થતા, જે રોકડા ઉપાડી આંગડિયા મારફતે મુખ્ય આરોપી સુધી પહોંચાડવામાં આવતા હતા.

જેતપુર સિટી પોલીસે આ પ્રકરણમાં જેતપુરના દીપસન જેન્તીભાઈ ગોહેલ, વરુણ કાનાભાઈ લુણી, ઉમેશ રવજીભાઇ ભોજૈયા, પ્રકાશ મગનભાઇ રાઠોડ, શાહીલ કાનજીભાઈ જાડેજા, પ્રદીપ ભરતભાઇ બાયલ, પાર્થિવ કિશોરભાઈ ગોવાણી, એજન્ટ. કેવલ જેન્તીભાઇ સીતાપરા તથા મુખ્ય એજન્ટ. હર્ષદ હેમરાજભાઇ દેસાઇ (રહે. જુનાગઢ) - દુબઈ લિંક. રાહુલ પટેલ (રહે. દુબઈ) સામે ગુનો નોંધ્યો છે.

પોલીસે ‘સમન્વય’ પોર્ટલ પર તપાસ કરતા આ ખાતાઓનો ઉપયોગ કરીને મહારાષ્ટ્ર, કર્ણાટક, પંજાબ, તેલંગાણા, ઉત્તરાખંડ અને કેરળ જેવા રાજ્યોના અનેક નિર્દોષ લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

પાકિસ્તાનને કચડી ભારત U-19 એશિયા કપના સેમિફાઇનલમાં 90 રને સંગીન વિજય : ભારતના 240 સામે પાક. ટીમ 150 રનમાં ઢેર December 15, Mon, 2025