જૂનાગઢ, તા.14: ગુજરાત સરકાર દ્વારા સાયબર ફ્રોડ આચરનારા શખસોને પકડી પાડવા માટે ઓપરેશન ‘મ્યુલ હન્ટ’ દ્વારા ઓનલાઈન ફ્રોડ મારફતે નાણાં ટ્રાન્સફર કરી લેવાના પ્રકરણમાં બોગસ ખાતા ધારકોને શોધવામાં આવી રહ્યા છે ત્યારે રૂા.253 કરોડથી વધુના સાયબર ફ્રોડનું કનેક્શન જૂનાગઢ સુધી પહોંચતા કરોડોના ટ્રાન્ઝેક્શન કરનારા આઠ શખસને પકડી લીધા છે.
દેશભરમાં
નવ એકાઉન્ટ પર અલગ અલગ 360 ફરિયાદો નોંધવામાં આવી હતી. જેમાં 253 કરોડની લેણદેણ કરાઈ
હતી ત્યારે દેશવ્યાપી નેટવર્કનો પર્દાફાશ કરવા માટે જૂનાગઢ સાયબર ક્રાઈમ પોલીસે આઠ
આરોપીની ધરપકડ કરી છે. આ આઠેય આરોપીઓ ભાડે બેંક ખાતા આપતા હતા. જેમાં સાયબર ઠગોએ કરોડોની
રકમ જમા કરાવી હતી. આ રકમ અલગ અલગ બેંકોમાં ખાતા ખોલાવી હેરાફેરી કરવામાં આવતી હતી.
સાયબર ફ્રોડ કરનારા શખસો ઓનલાઈન છેતરપિંડીના ઈરાદે લોકોને પોતાની જાળમાં ફસાવે છે.
સામાન્ય વ્યક્તિને લાલચ આપી બેંક ખાતાની વિગત મેળવી ઈન્ટરનેટ બેંકીંગ શરૂ કરી તેના
ખાતામાંથી રૂપિયાની મોટા પાયે હેરાફેરી કરવામાં આવે છે.
સાયબર
ક્રાઈમની ટીમે જૂનાગઢના આલેખ ઉર્ફે પવન ગગનદાસ હિરાણી, જાવિદ કાળુભાઈ તુર્ક, ભરત કાંતિભાઈ
દેત્રોજા, અરજણ ઉર્ફે અજીત કારાભાઈ ગરેજા, અલ્તાફ કાળુભાઈ સમા, અલબક્ષ ઉર્ફે સોનુ હારૂનભાઈ
સોઢા, ચિરાગ શાંતિલાલ સાધુ, રક્ષિત પરસોત્તમભાઈ કાછડીયા તેમજ ઈકરાર અશરફભાઈ અંસારી,
સાહિલશા ઉર્ફે દડો જાહિદશા બાનવા તથા અભય ધીરૂભાઈ પરસાણીયાને પકડી લઈ સાયબર ઠગોના નેટવર્કના
મુળ સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરી છે.