-ઘરકંકાસમાં
પુત્રની હત્યા કરી પત્નીને ખોટા કેસમાં ફસાવા માટે આચર્યું કૃત્ય
જસદણ,
તા.21: જસદણના પારેવાડા ગામે પાંચ વર્ષના બાળકનું શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયું હતું.
જેમાં પિતાએ હત્યા કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જે બાબતે પોલીસે આકરી તપાસ કરતા
હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર,
ગઈકાલે રાત્રે પોણા એક વાગ્યા આસપાસ ભાડલા પોલીસ મથકે જસદણ સરકારી હોસ્પિટલના
તબીબે
એક મૃત્યુ નોંધ લખાવી હતી. જેમાં ઉમેશ વિજયભાઈ વાળા (ઉં.5) પોતાના ઘરે હતો ત્યારે કોઈ
કારણે બેભાન થઈ જતા જસદણ સરકારી હોસ્પિટલ લાવતા અત્રેના તબીબે જોઈ તપાસી મૃત જાહેર
કર્યો હતો. જેથી ભાડલા પોલીસ સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો. પ્રાથમિક તબક્કે બાળકની
ગળે ટૂંપો આપી કે કોઈ પણ કારણે હત્યા થઇ હોવાનું જણાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. પીઆઇ
કે. વી. પરમાર સહિતના સ્ટાફે મૃતદેહ ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડી ફરિયાદ લેવા
તજવીજ કરી હતી. મૃતકની માતાએ તેના પતિ વિજય વાળા વિરુદ્ધ અનેક આક્ષેપો કર્યા હતા,જે
આક્ષેપોના અનુસંધાને પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા હત્યા થઇ હોવાનું સામે આવતા પોલીસે
હત્યાનો ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લઇ બનાવ અંગેની તમામ વિગતો મેળવવા તજવીજ હાથ ધરી
હતી.