રોડ
પરથી ઢોર હટાવવાનું કહેતા બન્યો બનાવ
ભાવનગર,
તા.22: ભાવનગર જિલ્લાના મહુવામાં પીએસઆઈ અને પશુપાલક વચ્ચે બબાલ થયાની ઘટના સામે આવી
છે. જેને લઈને લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. મારામારીમાં પીએસઆઈને ઈજા પહોંચી હતી.
આથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ ઘટનાને લઈ પીએસઆઈએ પશુપાલક સામે ફરજમાં
રૂકાવટની ફરિયાદ નોંધાવી છે. સામાપક્ષે પશુપાલકા દ્વારા પણ પોલીસે માર માર્યાનો આક્ષેપ
કર્યો છે.
જાણવા
મળતી વિગતો અનુસાર મોટા ખુંટવડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ રાજેશ જગરામભાઈ
યાદવ અને જીઆરડી જવાન નાગજી ગીલાતર ભાવનગર ખાતે આઈ.જી.પી.ની ઈન્સપેક્શન પરેડ પતાવી
સરકારી વાહનમાં પરત ફરી રહ્યા છે. રોજકી ડેમ પાસેના નાળા નજીક એક ઈસમ ભેંસોનું ટોળું
લઈને રસ્તાની વચ્ચે જઈ રહ્યો હતો, વારંવાર હોર્ન વગાડવા છતાં તેણે સાઈડ આપી ન હતી.
આથી પીએસઆઈ યાદવે નીચે ઉતરીને માલઢોરને રસ્તાની એક બાજુ લેવા અને જાહેર જનતાને પડતી
અડચણ બાબતે સમજાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તે શખસ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો. પીએસઆઈ પોલીસ
યુનિફોર્મમાં હોવા છતાં તેમની સાથે જીભાજોડી કરી ગાળાગાળી કરવા લાગ્યો હતો. વચ્ચે પડેલા
જીઆરડી જવાન નાગજીભાઈ પર આ શખસે અચાનક લાકડીનો ઘા કરી માથામાં ઈજા પહોંચાડી હતી, આ
દરમિયાન પીએસઆઈ યાદવ તેને રોકવા અને સ્વબચાવ કરવા વચ્ચે પડતા હુમલાખોરે પીએસઆઈના માથા
પર અને જમણા ખભા પર પણ લાકડીના ઘા માર્યા હતા. હુમલા બાદ ઈજાગ્રસ્ત પીએસઆઈ અને જીઆરડી
જવાનને તાત્કાલીક મોટા ખુંટવડા સીએચસી ખાતે ખસેડાયા હતા અને ત્યારબાદ વધુ સારવાર અર્થે
મહુવાની એસ.ઓ.એસ (જઘજ) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સરકારી ફરજમાં રૂકાવટ અને પોલીસ
અધિકારી પર હુમલો કરવા બદલ વિરુદ્ધ પીએસઆઈ રાજેશ યાદવે, ભાવેશ સોસલા સામે ફરિયાદ નોંધાવી
હતી.