-વેપારીની
સારોલી પોલીસ સ્ટેશનમાં મેનેજર વિરૂદ્ધ ફરિયાદ
સુરત,
તા.ર1: સુરતની કુબેરજી ટેક્ષટાઈલ માર્કેટના વેપારીનો હિસાબ કિતાબ સંભાળતા મેનેજરે પોતાના
પર્સનલ બેંક એકાઉન્ટમાં ધંધાના રૂા.1.88 કરોડ ટ્રાન્સફર કરી લઈ વેપારીને ધમકી આપી છેતરપિંડી
કરતા વેપારીએ આ મામલે સારોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી
છે.
મળતી
માહિતી મુજબ મુળ રાજસ્થાનના ચુરૂ જિલ્લાના વતની અને હાલ ઉધના મગદલ્લા રોડ પર રૂદ્રાક્ષ
ભવન ખાતે રહેતા પવનકુમાર ચુનીલાલજી જૈસનસરીયા (ઉ.60) કાપડના વેપારી છે. તેઓ કુબેરજી
વર્લ્ડની બાજુમાં પવનસુત પ્રિન્ટ્સના નામે દુકાન ધરાવે છે. દરમિયાન તેમને ત્યાં મેનેજર
તરીકે નોકરી કરતા વિનોદ અગ્રવાલ (રહે. ગોડાદરા, જુન શ્યામ હાઈટ્સ, ધીરનજનગર) વર્ષ
2023 થી ગત તા.30 જુન ર0રપ સુધીના સમયગાળામાં તેના પર્સનલ એકાઉન્ટમાં વેપારી પવનકુમારને
ત્યાં થતા ધંધાના કુલ રૂ.1.88 કરોડ ટ્રાન્સફર કરી લઈ તેનો હિસાબ આપવામાં આવ્યો ન હતો.
ફરિયાદીએ મેનેજર વિનોદ અગ્રવાલ પાસે હિસાબ માંગતા તેણે યોગ્ય જવાબ આપ્યો ન હતો. દરમિયાન
આરોપીએ વેપારીને ધમકીઓ આપી હતી કે તને ખબર નથી હું કોણ છું, તારા જેવા કેટલાયના પૈસા
આપ્યા નથી. તારે જે અરજી કે ફરીયાદ કરવાની હોય તે કરી દેજે, કોઈ પોલીસવાળો મારો વાળ
વાકો કરે તેમ નથી. અને મારૂ બગાડી શકે તેમ નથી. તેવુ કહી ફરિયાદીને આરોપી મેનેજરે ગાળો
આપી હતી. બાદ રૂપીયા ચુકવી દેવાનું જણાવ્યું હતું તે છતાં પણ રૂપીયા નહીં ચુકવવામાં
આવતા આ મામલે વેપારીએ સારોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.