-ટ્રક
પલટી મારી જતા ડ્રાઈવર-ક્લીનરને ઈજા
જસદણ,
તા.20: રાજકોટના જસદણ તાલુકાના કમળાપુર નજીક ટ્રક અને બાઈક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો
હતો,જેમાં બાઈકચાલક બન્ને યુવાનોને ગંભીર ઈજાઓ થતા બન્નેનું ઘટના સ્થળે મૃત્યુ થયું
હતું.
બનાવની
પ્રાપ્ત વિગતો મુજબ જસદણના કમળાપુર નજીક બાઈક અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો
હતો જેમાં રોડ પર ગોળાઈ વળતી વખતે બાઈક અને ટ્રક સામ સામે આવી જતા ટ્રકની ઠોકરે બાઈકસવાર
યુવાન શંભુ બદરિયાભાઈ માવર (ઉ.વ.25)જાતે આદિવાસી અને જીતેનભાઈ નાથાભાઈ કુમાર (ઉ.વ.25)નું
ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું. મૃતક બન્ને પરપ્રાંતીય હોવાનું જાણવા મળ્યું
હતું અને આટકોટ વાડી વિસ્તારમાં રહી ખેત મજુરી કરી જીવન નિર્વાહ કરતા હતા, બનાવને પગલે ભાડલા પોલીસે
ઘટના સ્થળે પહોચી બનાવ અંગેની જાણ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.અકસ્માત દરમિયાન
ટ્રક ડ્રાઈવરે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક પણ પલટી મારી ગયો હતો અને ટ્રકમાં
સવાર ડ્રાઈવર કલીનરને પણ ઈજાઓ પહોચતા બન્નેને સારવાર અર્થે ભાડલા સિવિલ હોસ્પિટલ ખાતે
ખસેડવામાં આવ્યા હતા.