(ફૂલછાબ ન્યુઝ)
અમરેલી, બગસરા, તા.6: અમરેલી
જિલ્લાના બગસરા તાલુકાના મુંજિયાસર ગામે રહેતાં એક ખેતમજૂર આધેડ પિતાની હત્યા સાવકા
પુત્રએ સામાન્ય ચા બનાવવા જેવી બાબતમાં માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા કરી
નાખતાં અને માતા તથા બહેનને પણ ગંભીર ઈજા કરતા પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી
હાથ ધરેલ છે.
આ બનાવમાં બગસરા તાલુકાના મોટા
મુંજિયાસર ગામે રહેતાં કિશોરભાઈ પટોળીયાની વાડીમાં કામ કરતા અને ત્યાં જ રહેતાં ખેત
મજૂર રમણભાઈ કટારા સાથે ચા બનાવવા જેવી સામાન્ય બાબતમાં સાવકા પુત્ર સુરેશ મસારે સાથે
ઝગડો થતા પોતાના સાવકા પુત્રએ પોતાના પાલક પિતા રમણભાઈ કટારા પર બોથડ પદાર્થ સાથે સિમેન્ટની
સગડીનો મોઢા ઉપર ઘા મારીને નિર્મમ હત્યા કરી હતી. ત્યારે રમણભાઈને બચાવવા માતા સીતાબેન
અને બહેન અસ્મિતા કટારા વચ્ચે પડતાં તેમની ઉપર પણ હુમલો કર્યો હતો.
આ બનાવમાં મૃતક રમણભાઈ કટારાના
પ્રથમ પત્ની મૃત્યુ પામતા તેઓએ સીતાબેન મસાર સાથે લગ્ન કરેલા હતા. આ સીતાબેન મસાર તેમના
આગલા ઘરના પુત્ર સુરેશને સાથે લાવેલા હતા અને બધા સાથે રહેતા હતા.
ત્યારે ગત રાત્રે ચા બનાવવા જેવી
સામાન્ય બાબતમાં આરોપી સુરેશને પોતાની જ માતા સીતાબેન અને પાલક પિતા રમણભાઈ કટારા સાથે
ઝઘડો થતાં આરોપીએ પાલક પીતા ઉપર હુમલો કરેલો હતો અને રમણભાઈ કટારાને મરણતોલ માર મારી
હત્યા કરી હતી.
ગઈકાલે રાત્રિના બનેલી ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી
હતી અને મૃતકના મૃતદેહને બગસરા હોસ્પિટલ ખસેડાયો હતો.
પાલક પિતાની હત્યા બાદ પોલીસ
દ્વારા હત્યાની ઘટનાને લઈ અમરેલી વિભાગીય પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે
પહોંચીને સમગ્ર હત્યા કેમ થઈ તે અંગે અમરેલી વિભાગીય પોલીસ વડા ચિરાગ દેસાઈએ વિગતો
જણાવી હતી જ્યારે હત્યારા પુત્રની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.