• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલમાંથી યુગલની લાશ મળી યુવતીના પરિવારે હત્યા કરી હોવાનો યુવકના સગાનો આક્ષેપ

(ફૂલછાબ ન્યુઝ)

વઢવાણ તા.6 : સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલમાંથી યુગલની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. એમાં પણ ઓનર કાલિંગનો આક્ષેપ થતા ખળભળાટ મચી ગયો છે. દુધરેજ નજીક નર્મદા કેનાલના પાંપિંગ સ્ટેશન પાસે યુવતી અને વિધર્મી યુવકના મૃતદેહ તરતા હોવાની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી.

યુવક સાહીલ માણેક છેલ્લા પાંચ દિવસથી ગુમ હતો, તેનો ફોન પણ સ્વીચ ઓફ હતો. પરિવારે યુવતીના સગાએ મળી હત્યા કરી લાશ કેનાલમાં નાખ્યાનો આરોપ લગાવ્યો છે. યુવકનો મૃતદેહ કોહવાયેલો છે. જ્યારે યુવતીનો મૃતદેહ કોહવાયો નથી. જેથી બંનેએ સજોડે આપઘાત કર્યાંની શક્યતા ઓછી હોવાનું અનુમાન છે. યુવતી જ્યોતિ ઉર્ફે ગુડ્ડી મકવાણાના મૃતદેહનું સુરેન્દ્રનગરમાં સાદું પીએમ થયું, યુવકની લાશને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલમાં ખસેડાઈ હતી.

સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડ નજીક રહેતા સાહિલભાઈ માણેક(ઉંમર વર્ષ 22)નો મૃતદેહ હોવાનું ખુલ્યું હતું. જેમાં પિતાનું નામ અલ્લાઉદ્દીન ઈબ્રાહીમ માણેક છે. પરિવારજનો સ્થળ પર દોડી ગયા હતા. જ્યારે યુવતીની ઓળખ જ્યોતિ ઉર્ફે ગુડ્ડી મનોજભાઈ મકવાણા (ઉંમર વર્ષ 20, રહે. 80 ફૂટ રોડ, બાપા સીતારામ મઢૂલી, સુરેન્દ્રનગર) તરીકે થઈ હતી. બંનેના મૃત્યુનું કારણ હજુ અકબંધ છે. ત્યારે પોલીસ તપાસ ચાલી રહી છે. જોકે સાહિલ માણેકના શરીર ઉપરથી હથિયારના ઘા માર્યા હોવાના નિશાન મળી આવ્યા હોવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે.

પોલીસ સૂત્રો અને પરિવારજનો પાસેથી મળતી વિગત મુજબ સાહિલ ત્રણ બહેન અને બે ભાઈમાં વચેટ હતો. તે છેલ્લા બે વર્ષથી જાનવી મહેશભાઈ કોળી નામની યુવતી સાથે લિવ ઈનમાં રહેતો હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક