દુનિયામાં ભાંગવામાં આવતા 85 ટકા જહાજો એશિયામાં આવ્યા : બાંગ્લાદેશને વધુ લાભ મળ્યો, અલંગને ઓછો
(ફૂલછાબ ન્યૂઝ)
રાજકોટ, તા. 6 : વિશ્વભરમાં
2025ના વર્ષમાં કુલ 321 સમુદ્રી જહાજો તોડી પાડવામાં આવ્યા હતા. જેમાં એશિયા ખંડના
ત્રણ શિપ બ્રાકિંગ યાર્ડ ભારત, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં કુલ 214 મોટા ટેન્કર, બલ્ક
કેરિયર્સ, ઓફશોર પ્લેટફોર્મ અને કાર્ગો અને પેસેન્જર જહાજો તોડવામાં આવ્યા હતા. ક્રેપ
કરવામાં આવેલા વિશ્વના કુલ ટનેજના 85 ટકા એશિયામાં તોડાયા હતા. એશિયામાં પણ ભારત અને
બાંગ્લાદેશ મહતમ જહાજો મેળવીને તોડવામાં સફળ રહ્યા છે.
2025માં જૂના જહાજોના ડમ્પ કરવામાં
આવ્યા તે યાદીમાં ચીન ટોપ પર છે. 21 ચીની માલિકીના જહાજો દક્ષિણ એશિયાઈ શિપબ્રેકર્સને
વેચાયા છે. મુખ્યત્વે બાંગ્લાદેશમાં તે ગયા છે. ડ્રાય-ડોક સુવિધાઓમાં જહાજોને રિસાયકલ
કરવાની ચીનની નોંધપાત્ર સ્થાનિક ક્ષમતા હોવા છતાં આ ઘટના બને છે. દક્ષિણ કોરિયા અને
સંયુક્ત આરબ અમીરાત અનુક્રમે 19 અને 17 જહાજો ઠાલવી ચૂક્યાં છે. ભારત, પાકિસ્તાન અને
બાંગ્લાદેશના દરિયાકિનારા પર ગંદા અને ખતરનાક રીતે તોડી પાડવા માટે જહાજો વેચતી કંપનીઓની
યાદીમાં એશિયા અને યુરોપ સ્થિત જહાજ માલિકોનું પ્રભુત્વ છે.
હોંગકોંગ કન્વેન્શનના નિયમો લાગુ
થઇ જવા છતાં હજુ ઠેકઠેકાણે જોખમી પરિસ્થિતિઓમાં જહાજો તોડવાનું ચાલુ છે. કારણકે
2025માં 11 કામદારોએ શિપ બ્રાકિંગ દરમિયાન જીવ ગુમાવ્યો હતો અને 60 કરતા વધારે કામદારો
ઘાટલ થયા હતા. જોકે ભારતમાં હવે નિયમોનો ચુસ્તપણે અમલ થઇ રહ્યો છે એટલે અકસ્માતો ઘટી
ગયા છે.
ઇન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઇઝેશનનું
હોંગકોંગ કન્વેન્શન જૂન 2025માં અમલમાં આવ્યું છે. બાંગ્લાદેશે કન્વેન્શન હેઠળ સત્તર
શિપબ્રાકિંગ યાર્ડ્સને મંજૂરી આપી છે. જો કે, આ મંજૂર સુવિધાઓ પર પણ ગંભીર અકસ્માતો
થતા રહે છે અને ઘટનાઓની જાણ અપારદર્શક રહેતી હોવાની ચર્ચા છે. જોકે છેલ્લી માહિતી પ્રમાણે
ભારતમાં હોંગકોંગ કન્વેન્શ હેઠલ હજુ સુધી કોઇ યાર્ડને ઔપચારિક રીતે અધિકૃત કરવામાં
આવ્યા નથી.
હોંગકોંગ કન્વેન્શન સલામત અને
પર્યાવરણીય રીતે યોગ્ય પ્રથાઓ સુનિશ્ચિત કરે તેવું કોઈ ધોરણ નક્કી કરતું નથી. હવે ઇન્ટરનેશનલ
મેરિટાઇમ ઓર્ગેનાઇઝેશનમાં સમીક્ષા હેઠળ છે. એમાં મૂળભૂત રીતે ખામીયુક્ત બાચિંગ પદ્ધતિને
તબક્કાવાર રીતે દૂર કરવાના પગલાંનો સમાવેશ થાય છે.
જોખમી કચરાના વેપાર પર બેસલ કન્વેન્શનના
પ્રતિબંધોનો અમલ એવી પદ્ધતિઓ દ્વારા મજબૂત બનાવવો જોઈએ જે શાપિંગ ઉદ્યોગને અસરકારક
રીતે જવાબદાર બનાવે.