દર વર્ષે નાફેડ આર્થિક નુક્સાનીમાં મગફળી વેંચે છે, તેનાથી વેપાર-સરકારને નુક્સાન : સોમાની રજૂઆત
રાજકોટ,તા.5
: (ફૂલછાબ ન્યૂઝ) લઘુત્તમ ટેકાના ભાવથી નાફેડ દ્વારા મગફળીની ખરીદીનું કાર્ય પૂર્ણ
થઇ ચૂક્યું છે. સરકારે આશરે 17.50 લાખ ટન કરતા વધારે મગફળી રૂ. 1452 પ્રતિ મણ અર્થાત
રૂ. 72.60 પ્રતિ કિલોના ભાવથી ખરીદ કરી છે. જોકે હવે નાફેડ ક્યારે વેચવા માટે જાહેરાત
કરે છે તેની સૌને રાહ છે. 20 ફેબ્રુઆરી સુધીમાં વેચાણ કરવાની જાહેરાત થવાની શક્યતા
છે. નાફેડ મોટેભાગે ખરીદ કિંમત કરતા નીચા ભાવમાં વેચતી હોય છે પણ આ વર્ષે તેમ નહીં
કરવા માટે સૌરાષ્ટ્ર ઓઇલ મિલર્સ એસોસીએશન દ્વારા કહેવામાં આવ્યું છે.
ગત
સીઝનમાં નાફેડે સસ્તી મગફળી વેંચી હતી અને એ પૂર્વે પણ એવો અનુભવ છે. લઘુત્તમ ટેકાના
ભાવ કરતાં નીચા ભાવે મગફળીની હરરાજી થવાથી ખેડૂતો, સરકાર અને રાષ્ટ્ર-ત્રણેને ગંભીર
અને અભૂતપૂર્વ નુકસાન થયું છે.
ગયા
વર્ષમાં લઘુત્તમ ટેકાના ભાવ રૂ.67.83 પ્રતિ કિલો ભાવે ખરીદ કરાયેલ મગફળી, બારદાન, સંગ્રહ,
ભાડું અને જાળવણી સહિત સરકારને સરેરાશ રૂ.80 પ્રતિ કિલો પડી હતી, જ્યારે તે જ મગફળી
સરેરાશ 50 પ્રતિ કિલો ભાવે હરાજી કરવામાં આવી, જેના પરિણામે પ્રતિ કિલો આશરે રૂ.30નું
સીધું આર્થિક નુકસાન થયું.
આમ
થવાને પગલે નાફેડને વેચાણ કર્યા બાદ બજારમાં
આવવાના બાકી હતા તે બચેલા માલના બજારભાવ તૂટી પડ્યા અને ખેડૂતો પાયમાલ થયાં. મગફળીનું
તેલ અને દાણા અતિ નીચા ભાવે નિકાસ થયા, વિદેશથી ખરીદ કરતાં વેપારીઓ, ખાશ કરીને ભારત
પાસેથી મગફળીનું તેલ તથા સીંગદાણા ભારતીય કૃષિ ઉત્પાદનોનો ગેરલાભ ઉઠાવી સસ્તા ભાવે
લઈ ગયા. આપણો વેપાર બગડ્યો અને દેશને પણ આર્થિક નુક્સાન ગયું છે.
આવી
પરિસ્થિતિમાં સોમાએ એવી માગ કરી છે કે, લઘુત્તમ ટેકાના ભાવ કરતાં નીચા ભાવે મગફળીની
કોઈપણ પ્રકારની હરરાજી ન કરવી જોઈએ. મગફળીનું નાફેડનું વેચાણ એપ્રિલ મહિનાથી શરુ કરવું
યોગ્ય છે.
નાફેડ
દ્વારા મગફળીની ફરજિયાત ટ્રેસેબિલિટી વ્યવસ્થા અમલમાં મૂકવી જોએ. જાત, વિસ્તાર અને ગુણવત્તા અનુસાર સંગ્રહ કરવો જોઈએ
જેનાથી ખરીદ કરનારને ખ્યાલ આવે.હવે પછીથી લઘુત્તમ ટેકાના ભાવ સાથે ભાવાંતર યોજના અમલમાં
મૂકી, ખેડૂતો ના હિતમાં હાજર ભાવની સીધી સુરક્ષા લઘુત્તમ ટેકાના ભાવ દ્વારા આપવી જોઈએ.
મગફળી,
સીંગતેલ અને સીંગદાણા માટે અલગ રાષ્ટ્રીય સ્તરના બોર્ડ-મિશનની રચના કરીને તેના સ્વાસ્થ્યલાભ
અને પોષણમૂલ્ય અંગે વ્યાપક જનજાગૃતિ ફેલાવવી જોઇએ.