ટોચના પાંચ રાજ્યોમાં મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનનો સમાવેશ
(ફૂલછાબ
ન્યુઝ)
અમદાવાદ,
તા.5 : પર્યટન ક્ષેત્રે ગુજરાત વૈશ્વિક ફલક ઉપર જાણીતું અને માનીતુ બન્યું છે ખાસ કરીને વિદેશી પર્યટકોને આકર્ષવામાં ગુજરાતે ટોચના ત્રણ
રાજ્યોમાં સ્થાન મેળવ્યું છે. કેન્દ્રિય પર્યાવરણ મંત્રાલય દ્વારા જારી કરાયેલા ઈન્ડિયા
ટુરિઝમ ડેટા કમ્પેન્ડિયમ 2025 અનુસાર વર્ષ 2024માં ગુજરાત સમગ્ર ભારતમાં વિદેશી પ્રવાસીઓ
દ્વારા મુલાકાત લેવામાં આવેલા ત્રીજાક્રમના રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે.
દેશમાં
આવતા વિદેશી પ્રવાસીઓની સંખ્યા 99.5 લાખ સુધી પહોંચી છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની
સંખ્યા પણ વધીને 2.05 કરોડ થઇ છે. જે કોવિડ પહેલાના વર્ષ 2019ની સરખામણીએ 14.85 ટકાનો
વધારો દર્શાવે છે. રાષ્ટ્રીય સ્તરે નોંધાયેલી આ વૃદ્ધિમાં ગુજરાત પણ વિદેશી પ્રવાસીઓ માટે ત્રીજા સૌથી પસંદગીના રાજ્ય તરીકે
ઉભરી આવ્યું છે. કેન્દ્રિય પ્રવાસન અને સંસ્કૃતિ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી વિગતો
મુજબ, 2024માં સૌથી વધુ વિદેશી પ્રવાસીઓના આગમન બાબતે, ટોચના 5 રાજ્યોમાં મહારાષ્ટ્ર,
પશ્ચિમ બંગાળ, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.
મંત્રાયલ
દ્વારા જણાવ્યા અનુસાર 2024માં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના આગમનમાં ભારત વૈશ્વિક સ્તરે
20મા ક્રમે છે. જેમાં 2.05 કરોડ મુલાકાતીઓએ ભારતની મુલાકાત લીધી છે. વર્ષ 2023-24માં પ્રવાસન ક્ષેત્રમાં 8.46 કરોડ લોકોને
રોજગારની તકો પ્રાપ્ત થઇ છે.ગુજરાતની સફળતા રાજ્ય અને કેન્દ્ર સરકારના સંયુક્ત પ્રયાસોને
પ્રતાબિંબિત કરે છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવા આઇકોનિક પ્રોજેક્ટ અને વાયબ્રન્ટ વિલેજ
પ્રોગ્રામ જેવા કાર્યક્રમોએ પ્રવાસન ક્ષેત્રમાં શ્રેષ્ઠતાના નવા બેન્ચમાર્ક સ્થાપિત
કર્યા છે અને પ્રવાસીઓના અનુભવને સમૃદ્ધ બનાવીને વૈશ્વિક સ્તરે ભારતની સ્થિતિ વધુ મજબૂત
બનાવી છે.