• રવિવાર, 01 માર્ચ, 2026

ખડિયામાં બાયોડીઝલ માફિયા પર SMC ત્રાટકી : 32 લાખનો મુદ્દામાલ જપ્ત પેટ્રોલ પંપની આડમાં બાયોડીઝલ વેચાણ કરતા પંપ સંચાલક સહિત નવની ધરપકડ

જૂનાગઢ, તા.27 : જૂનાગઢ નજીકના ખડિયા ગામે પેટ્રોલ પંપની આડમાં બાયોડીઝલના વેચાણ પર સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી રૂપિયા 32 લાખના મુદ્દામાલ સાથે પંપના સંચાલક સહિત નવ શખ્સોની ધરપકડ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. 

ખડીયા ગામે મેંદરડા રોડ પર ભારતીય પેટ્રોલિયમની આડમાં ખડિયા ગામના દેવા અભુ ઓડેદરા ગેરકાયદે બાયોડીઝલનું વેચાણ કરતો હોવાની ચોક્કસ બાતમીના  આધારે સ્ટેટ મોનિટારિંગ સેલના પી.એસ.આઇ જે.એચ. સિસોદિયા તથા સ્ટાફે ગઈ મોડી સાંજે દરોડો પાડી 2840 લિટર બાયોડીઝલ કિંમત 1.98 લાખ તથા નવ મોબાઇલ, સ્ટોરેજ ટેન્ક, ડિસ્પેન્ચર મશીન ,ઇલેક્ટ્રિક મોટર, ચાર વાહનો મળી કુલ રૂપિયા 35,08,750નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ કાર્યવાહીમાં પંપના સંચાલક દેવા અભુ ઓડેદરા ધોરાજીના મોટીમારડ ગામના વિપુલ ધીરુ ચોવટિયા, જયરાજ ટભા ભટ્ટી,રહીમ ભીખુ સોઢા, મુન્ના શાર્દૂલ, યુવરાજ જીકા, વિજય કારુ ઝાપડા અને દિનેશ  ઝીણા ચૌહાણની ધરપકડ કરી હતી જ્યારે હસમુખ અબુ ઓડેદરા નાસી છૂટયો હતો.આ અંગે સ્ટેટ મોનિટારિંગ સેલે તાલુકા પોલીસમાં તમામ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. 

 

ઇ-પેપરના નવા શુલ્ક