વિદ્યાર્થીએ
પોતાના રૂમમાં પંખા સાથે દોરી વડે ગળાફાંસો ખાધે, કારણ અકબંધ
(અમારા
પ્રતિનિધિ તફરથી)
અમદાવાદ,
તા.2: અમદાવાદના ચાંદખેડા સ્થિત એસએમએસ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી ડો.એમ.કે.શાહ મેડિકલ
કોલેજની બોયઝ હોસ્ટેલમાં 26 વર્ષીય મેડિકલના વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા
કરી લેતા ચકચાર મચી ગઈ છે. મૂળ જામનગરના ચિંતન પરમારનો મૃતદેહ રવિવારે વહેલી સવારે
તેના રૂમમાંથી મળી આવ્યો હતો. ચાંદખેડા પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધીને વધુ તપાસ
હાથ ધરી છે. આત્મહત્યા પાછળનું કારણ હજુ અકબંધ છે.
પ્રાથમિક
માહિતી અનુસાર ચિંતન ડો. એમ.કે. શાહ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતો હતો. શનિવારે મોડી
રાત્રે અથવા રવિવારે વહેલી સવારે હોસ્ટેલના રૂમમાં પંખા પર નાયલોનની દોરી વડે ગળાફાંસો
ખાઈ તેણે આપઘાત કર્યો હતો. રવિવારે વહેલી સવારે ચિંતનનો મિત્ર પાર્થ રૂમ પર આવતા આ
ઘટનાની જાણ થઈ હતી. મિત્રએ તાત્કાલિક આ અંગે હોસ્ટેલના વોર્ડનને જાણ કરી હતી. જેથી
તેઓ દોડી આવ્યા હતા અને ચિંતનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. એક કલાકની અંદર
જ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ અંગે ચાંદખેડા પોલીસને જાણ કરાતા પોલીસ
ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
મૃતકના રૂમમાંથી હાલ કોઈ સ્યુસાઈડ નોટ મળી આવી નથી. ચાંદખેડા પોલીસે યુવકના પરિવારજનોને
પણ જાણ કરી હતી. જેથી તેઓ જામનગરથી અમદાવાદ આવી પહોંચ્યા હતા. પોલીસે અકસ્માતે મૃત્યુનો
ગુનો નોંધીને આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ શરૂ
કરી
છે.