જે
ટીમ વિજેતા તે ચેમ્પિયન બને તેવો યોગાનુયોગ થશે ?
મુંબઈ,
તા.2 : ટી-20 વર્લ્ડ કપના સેમિ ફાઇનલ લાઇનઅપ તૈયાર થઈ ચૂકી છે. પહેલો સેમિ ફાઇનલ બુધવારે
દ. આફ્રિકા અને ન્યુઝીલેન્ડ ટીમ વચ્ચે કોલકતાના ઇડન ગાર્ડન સ્ટેડિયમ ખાતે રમાશે. ગુરુવારે
બીજા સેમિ ફાઇનલમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત-ઇંગ્લેન્ડ આમને-સામને હશે. ખાસ
વાત એ છે કે ભારત-ઇંગ્લેન્ડ ટીમ વચ્ચે સેમિ ફાઇનલની હેટ્રિક છે. બન્ને ટીમ સતત ત્રીજીવાર
ટી-20 વર્લ્ડ કપના સેમિ ફાઇનલમાં ટકરાશે. અગાઉ 2022 અને 2024ના સેમિ ફાઇનલમાં પણ બન્ને
ટીમની ટક્કર થઈ હતી.
2022
ટી-20 વર્લ્ડ કપનો સેમિ ફાઇનલ મેચ એડિલેડમાં રમાયો હતો. જેમાં ઇંગ્લેન્ડનો ભારત સામે
10 વિકેટે વિજય થયો હતો. હાર્દિક પંડયાના 63 અને વિરાટ કોહલીના પ0 રનથી ભારતના 6 વિકેટે
168 રન થયા હતા. જવાબમાં ઇંગ્લેન્ડે 4 ઓવર બાકી રહેતા વિના વિકેટે લક્ષ્ય હાંસલ કરી
લીધું હતું. એલેક્સ હેલ્સે 86 અને જોસ બટલરે 80 રનની અણનમ ઇનિંગ રમી હતી. બાદમાં ઇંગ્લેન્ડ
2022ના ટી-20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યું હતું.
2024
ટી-20 વર્લ્ડ કપનો ભારત-ઇંગ્લેન્ડનો સેમિ ફાઇનલ ગુયાનામાં રમાયો હતો. જેમાં રોહિત શર્માના
પ7 અને સૂર્યકુમાર યાદવના 47 રનથી ટીમ ઇન્ડિયા 171 રન સુધી પહોંચી હતી. જવાબમાં ઇંગ્લેન્ડ
ટીમનો 103 રનમાં ધબડકો થયો હતો. કુલદીપ અને અક્ષરે 3-3 અને બુમરાહે 2 વિકેટ લીધી હતી.
આ પછી ભારતીય ટીમ વિશ્વ વિજેતા બની હતી.
હવે
સતત ત્રીજા ટી-20 વિશ્વ કપમાં સેમિ ફાઇનલમાં ભારત-ઇંગ્લેન્ડની ટક્કર થશે. પાછલા બે
યોગાનુયોગ અનુસાર આ મેચમાં જીત હાંસલ કરનાર ટીમ શું વિશ્વ વિજેતા બનશે ?