• મંગળવાર, 03 માર્ચ, 2026

પાકિસ્તાની ન્યૂઝ ચેનલો ઉપર આવ્યા મોસાદના સંદેશ

ઈઝરાયલ ઉપર ચેનલોને હેક કરવાનો આરોપ

નવી દિલ્હી, તા. 2 : ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઈનીહત્યા બાદ ઘણા મુસ્લિમ દેશમાં તણાવ ચરમસીમાએ છે. પાકિસ્તાનના કરાચીમાં પ્રદર્શનકારીઓએ અમેરિકી દૂતાવાસ ઉપર જ હુમલો કરી દીધો હતો. જેમાં ઘણા લોકોના મૃત્યુ થયા હતા. હવે પાકિસ્તાન સામે એક નવી મુશ્કેલી આવી છે. પાકિસ્તાનની ઘણી પ્રમુખ ટીવી ચેનલોનું કહેવું છે કે ઈઝરાયલની એજન્સીઓએ તેમની ચેનલને હેક કરી લીધી છે. જેના પરિણામે મોસાદના સંદેશ જોવા મળે છે અને વારંવાર પ્રસારણ બાધિત થઈ રહ્યું છે.

જાણકારી અનુસાર પાકિસ્તાનના જીયો ન્યુઝ, એઆરવાઈ ન્યૂઝ અને સામના ન્યૂઝની ક્રીન ઉપર અજીબ મેસેજ જોવા મળી રહ્યા હતા. રવિવારના રાત્રે પ્રાઈમ ટાઈમ દરમિયાન ક્રીનમાં ઉર્દૂમાં લખેલા મેસેજ આવવા લાગ્યા હતા. જેમાં લખવામાં આવ્યું હતું કે સેનાની એક છાવણીએ પુરા પાકિસ્તાનને બરબાદ કરવાનું મન બનાવી લીધું છે. આ મેસેજ મોકલનારાના નામમાં મોસાદ લખેલું હતું. જીયો ન્યૂઝે પણ કહ્યું હતું કે છેલ્લા 24 કલાક દરમિયાન ઘણી વખત ચેનલ હેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક