કરાચી,
લાહોર, સ્કાર્દૂમાં ંિહંસા : મૃત્યુઆંક વધવાની સંભાવના
ઈસ્લામાબાદ,
તા. 2 : ઈરાનમાં થયેલા હુમલામાં ખામેનેઈનાં મૃત્યુ બાદ પાકિસ્તાનનાં ઘણાં શહેરોમાં
જોરદાર હંગામો થયો છે. કરાચીમાં શિયા સંગઠનોએ અમેરિકી દૂતાવાસમાં તોડફોડ કરી હતી અને
આગ ચાંપવાનો પ્રયાસ કર્યો હતો. સ્કાર્દૂ અને લાહોરમાં પણ પ્રદર્શન થયા હતા અને આ દરમિયાન
પાકિસ્તાનમાં થયેલા સંઘર્ષમાં 35નાં મૃત્યુ થયાં છે.
કરાચીમાં
અમેરિકી મિલિટ્રીએ પ્રદર્શનકારીઓ ઉપર ગોળીબાર કરી દીધો હતો. પ્રદર્શનકારી સુલ્તાનાબાદથી
દૂતાવાસ તરફ આગળ વધી રહ્યા હતા. ભીડને કાબૂ કરવા માટે પોલીસ દ્વારા ટિયર ગેસના સેલ
છોડવામાં આવ્યા હતા. પ્રદર્શનકારીઓએ પણ પોલીસ ઉપર જોરદાર પથ્થરમારો કર્યો હતો. આ હિંસામાં
મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 16 થઈ છે. કરાચી ઉપરાંત સ્કાર્દૂ અને લાહોરમાં પણ પ્રદર્શન
થયાં હતાં. સ્કાર્દૂમાં પ્રદર્શનકારીઓએ અમેરિકી કાર્યાલયમાં આગ લગાડી હતી. આ દરમિયાન
સાતનાં મૃત્યુ થયાં હતાં જ્યારે ઈસ્લામાબાદમાં છ અને ગિલગિટમાં સાત લોકોએ પ્રદર્શન
દરમિયાન જીવ ગુમાવ્યો હતો.