કોલકતા,
તા.2: ઇડન ગાર્ડન પર રવિવારની રાત્રી ટીમ ઇન્ડિયા માટે યાદગાર બની રહી હતી. સુપર-8
રાઉન્ડના નિર્ણાયક મેચમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધની જીત બાદ ભારતીય ટીમની અંદરની ભાઇચારાની
એવી તસવીર સામે આવી કે કરોડો ચાહકોના દિલ જીતી લીધા. મેચ બાદ કપ્તાન સૂર્યકુમારે વિજયના
સૂત્રધાર સંજૂ સેમસનને નમસ્કાર કર્યાં હતા અને તેની ભરપૂર પ્રશંસા કરી હતી.
બીસીસીઆઇ
દ્રારા એક વીડિયો રજૂ કરવામાં આવ્યો છે જેમાં સંજૂની યાદગાર ઇનિંગના કપ્તાન સૂર્યકુમાર
ગુણગાન કરે છે. સૂર્યાકુમારની પ્રશંસા બાદ સંજૂ મજાકીયા અંદાજમાં એમ કહ્યું કે ‘રુલાયેગા
કયા પગલે’ વિજય પછી સંજૂ મેદાનમાંથી પરત આવી રહ્યો હતો ત્યારે સૂર્યકુમારે તેની ટોપી
ઉતારીને ઝૂકીને સલામી આપી હતી. સૂર્યાએ તેની ઈનિંગને સાહસિક બતાવી હતી. સૂર્યાએ કહ્યું
આઇસીસી ટૂર્નામેન્ટમાં મેચ તે જ જીતે છે જેનામાં સાહસ હોય. સંજૂએ એક છેડો સાચવી રાખ્યો
અને ટીમને મંઝિલ સુધી પહોંચાડી. અમે વિશ્વ કપ વિજયભણી આગળ વધ્યા છીએ. આશા છે કે સંજૂનું
આ ફોર્મ યથાવત્ રહેશે.
સૂર્યકુમારે
જણાવ્યું કે ટીમની ગ્રુપ મીટિંગમાં સંજૂએ કહ્યું હતું કે જે ટીમ ઇચ્છે છે તે કરીએ,
વ્યક્તિગત રીતે જે ઇચ્છો છો તે નહીં.