(અમારા
પ્રતિનિધિ તફરથી)
અમદાવાદ,
તા.26: શિયાળાની વિદાય સાથે હવે ગુજરાતમાં ગરમીનું વર્ચસ્વ સ્થાપશે. હવામાન વિભાગ અનુસાર
આગામી દિવસોમાં તાપમાનમાં હજુ પણ વધારો થવાની શક્યતા છે, જેની સીધી અસર જનજીવન પર જોવા
મળશે. આજે ગુજરાતમાં ડીસા સતત બીજા દિવસે પણ 36.9 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું
હતું. અન્ય શહેરોમાં જોઇએ તો અમદાવાદમાં 36.5, બરોડામાં 35.2, રાજકોટમાં 35.8 અને સુરતમાં
34 ડિગ્રી મહતમ તાપમાન નોંધાયું હતું.
હવામાન
વિભાગના અનુસાર કચ્છ દ્વારકા વિસ્તારોમાં તાપમાન સામાન્ય રહેવની શક્યતા છે. માર્ચ મહિનામાં
પ્રિમોન્સૂન એક્ટિવિટી જોવા મળવાની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. પ્રિમોન્સૂન
પ્રવૃત્તિઓને કારણે અમુક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે.