• શનિવાર, 07 માર્ચ, 2026

જૂનાગઢ-અમરેલીમાં ઈંધણના અછતની અફવાથી અફડાતફડી

દુપ્રચાર પાયાવિહોણો હોવાનો તંત્રનો ખુલાસો : અનેક પેટ્રોલ પંપો પર વાહનોની ભારે ભીડ

ખેડૂતો ટ્રેક્ટર તેમજ બેરલ અને કેન લઈને ડીઝલ ભરાવવા આવતા જોવા મળ્યા

જૂનાગઢ, અમરેલી, તા.6 : ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની આંચ હવે દુનિયાભરમાં વર્તાઈ રહી છે. હાલની પ્રવર્તમાન સ્થિતિ ધ્યાને લઈ વાહનના ઇંધણ જેમ કે, પેટ્રોલ, ડીઝલ, સી.એન.જી ગેસ તથા એલ.પી.જી ગેસની અછત ઉપસ્થિત થઈ છે અથવા તો અછત ઉપસ્થિત થના2 હોવાનો દુપ્રચાર થઈ રહ્યો છે. જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં ઈંધણના અછતની અફવાથી અફડાતફડી મચી રહી છે. જો કે, આ સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, હાલ આવી કોઈ પરિસ્થિત ઉપસ્થિત થઈ નથી કે ઉપસ્થિત થવાની કોઈ સંભાવના નથી.

જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા કલેક્ટર દ્વારા આ બાબતે સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. હાલ આવી કોઈ પરિસ્થિતિ સજાયેલી નથી. જેથી આવા દુપ્રચારથી લોકોએ અળગા રહેવું. પેટ્રોલ, ડીઝલ કે વાહનમાં વપરાતા અન્ય ઈંધણ/પેટ્રોલિયમ પદાર્થની સંગ્રહખોરી કરવી કે, કાળાબજારી કરવી એ સજાને પાત્ર ગુન્હો છે. જો કોઈ ઈસમ આવી કોઈ ગેરકાયદે પ્રવૃતિ હાથ ધરશે અથવા તો આવી કોઈ ગેરકાયદે પ્રવૃત્તિમાં મદદગારી કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અમરેલી શહેર સહિત જિલ્લામાં બે દિવસથી પેટ્રોલ-ડીઝલની અછત અંગેની અફવાઓ ફેલાઈ રહી છે. જેના કારણે અમરેલી, સાવરકુંડલા, ધારી અને વડિયા સહિતનાં શહેરોમાં અનેક પેટ્રોલ પંપો પર વાહનોની ભારે ભીડ જોવા મળી હતી. ખાસ કરીને ખેડૂતો ટ્રેક્ટર તેમજ બેરલ અને કેન લઈને ડીઝલ ભરાવવા આવતા જોવા મળ્યા હતા. જેના કારણે અનેક પેટ્રોલ પંપો પર લાંબી કતારો લાગી હતી અને કેટલાક સ્થળોએ ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી. અનેક પેટ્રોલ પંપ ઉપર થોડા સમય માટે પેટ્રોલ ખૂટી જતા વેચાણ તાત્કાલિક બંધ કરવું પડયું હતું. આ અંગે અમરેલી જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લાના દરેક તાલુકામાં આવેલા વિવિધ કંપનીઓના પેટ્રોલ પંપ પર પૂરતા પ્રમાણમાં પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક ઉપલબ્ધ છે. કેટલીક અફવાઓના કારણે લોકોમાં ગેરસમજ ફેલાઈ રહી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

ડે/નાઇટ ટેસ્ટમાં ભારતીય મહિલા ટીમ 198 રને ઓલઆઉટ ઓસ્ટ્રેલિયાના 3 વિકેટે 96 : હજુ 102 રન પાછળ March 07, Sat, 2026