• ગુરુવાર, 19 માર્ચ, 2026

મામા સાથેના ઝઘડાનું મનમાં લાગી આવતા બે પિતરાઈ ભાઈઓનો આપઘાત

બાણુંગારમાં અરેરાટી

જામનગર,તા.18 :   જામનગર તાલુકાના નાની અને મોટી બાણુંગાર ગામમાં એક જ પરિવારના બે પિતરાઈ ભાઈઓએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર મચી ગઈ છે. મોટી બાણુંગારના 26 વર્ષીય ખુમલોભાઈ રણછોડભાઈ બુડોરીયાએ વાડીમાં ઇલેક્ટ્રિક પોલ સાથે અને નાની બાણુંગારના સંદીપભાઈ ગણપતભાઈ બુડારીયાએ પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી હતી.

પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, બંને યુવાનોને તેમના કુટુંબી મામા સાથે બોલાચાલી થઈ હતી, જેનું મનમાં લાગી આવતા આવેશમાં આવી આ અંતિમ પગલું ભર્યું હોવાનું જણાય છે. પંચકોશી એ-ડિવિઝન પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. એકસાથે બે આશાસ્પદ યુવાનોના મૃત્યુથી પંથકમાં ગમગીની છવાઈ

ગઈ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક