• સોમવાર, 23 માર્ચ, 2026

ભાવનગરમાં ફાયારિંગ અને તલવારબાજી: 8 સામે ફરિયાદ

ભાવનગર, તા.22 : ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલી રજપૂત જ્ઞાતિની વાડી પાસે રવિવારે વહેલી સવારે ફાયારિંગની ઘટના બનતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ છે. અગાઉ થયેલા સામાન્ય ઝઘડાની અદાવત રાખી 8 જેટલા શખસે સંગઠિત થઈ રિવોલ્વર અને તલવાર જેવા જીવલેણ હથિયારો સાથે યુવકો પર હુમલો કરી ભયનો માહોલ ફેલાવ્યો હતો.

ઘટનાની વિગત મુજબ, નવાપરા ગ્રીન કોમ્પ્લેક્સમાં રહેતા જાહીદભાઇ લોંડિયાએ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આશરે 14 દિવસ પહેલા બેસવા બાબતે થયેલા ઝઘડાનું વેર રાખી, રવિવારે સવારે 4 વાગ્યે તૌફીક હાલારી અને તેના સાથીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી હુમલો કર્યો હતો. આરોપી અશ્વિન ઉર્ફે અલી વસાયાએ રિવોલ્વરથી હવામાં અને ત્યારબાદ ફરિયાદી તરફ ફાયારિંગ કર્યું હતું, જેમાં સદ્નસીબે કોઈને ઈજા થઈ ન હતી. હુમલાખોરોએ સોડા બોટલના ઘા કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટયા હતા.

નિલમબાગ પોલીસે આ મામલે ફારુક મન્સૂરી, કુલદીપ અગ્રાવત, અશ્વિન વસાયા, રુદ્ર પુજારી, ફેઝાન બેલીમ, તૌફીક હાલારી અને વલી હાલારી સહિત 8 શખસ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ પી.આઈ. એમ. આર. ભલગરીયાએ હાથ ધરી છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક