એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગાજવીજ અને આંધી સાથે માવઠાની આગાહી
રાજકોટ
તા.2: રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે એકાએક સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લામાં
‘િમનિ વાવાઝોડા’ જેવી સ્થિતિ સાથે કમોસમી વરસાદ ત્રાટક્યો છે. આજે બપોરના સમયે આકાશમાં
કાળાડિબાંગ વાદળો અને ધૂળની ડમરીઓ સાથે દેવભૂમિ દ્વારકા વિસ્તારમાં ક્યાંક ધીમી ધારે
તો ક્યાંક ધોધમાર વરસાદ નોંધાયો છે. આ કમોસમી માવઠાને કારણે ખેડૂતોના જીવ અધ્ધર થઈ
ગયા છે. તૈયાર થવાના આરે ઉભેલા ઉનાળુ પાક જેવા કે તલ અને મગમાં ભારે નુકસાનની આશંકા
સેવાઇ રહી છે. પશુઓ માટે સંગ્રહ કરેલો સૂકો ચારો પલળી જવાથી પશુપાલકોની મુશ્કેલી વધી
છે.
ગુજરાત
રાજ્યના વાતાવરણમાં ફરી એકવાર મોટો ઉથલપાથલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા
કરવામાં આવેલી આગાહી મુજબ, આગામી બે દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ એટલે
કે માવઠાની પ્રબળ શક્યતા છે. આ વખતે માત્ર સામાન્ય ઝાપટાં જ નહીં, પરંતુ ગાજવીજ અને
તેજ ફૂંકાતા પવન સાથે મધ્યમ વરસાદ વરસી શકે છે. ખાસ (જુઓ પાનું 10)
કરીને
કચ્છ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ જેવા કે રાજકોટ, જામનગર અને જૂનાગઢમાં વરસાદી માહોલ
ઘેરો બનશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા તેમજ દક્ષિણ ગુજરાતના
સુરત અને વલસાડ પંથકમાં પણ માવઠાની પૂરેપૂરી શક્યતા છે. જોકે, ગરમીથી પરેશાન નાગરિકોને
વરસાદી માહોલને કારણે મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે, જેનાથી બળબળતી
ગરમીમાં આંશિક ઠંડકનો અનુભવ થશે.
ખંભાળિયા
: હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી કમોસમી વરસાદની આગાહીની અસર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં
જોવા મળી છે. આજે અચાનક વાતાવરણમાં પલટો આવતા ખંભાળિયા સહિત સમગ્ર પંથકમાં ભરઉનાળે
વરસાદી માહોલ સર્જાયો હતો અચાનક વાતાવરણ ચોમાસા જેવું બન્યું હતું. વરસાદી માહોલ વચે
વરસાદી ઝાપટાં પડતા ખંભાળિયાના પોસ્ટ ઓફિસ રોડ સહિત મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા
હતા. અચાનક આવેલા આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી
હતી પરંતુ બીજી તરફ તૈયાર પાકને નુકસાનની ભીતિ સર્જાતા ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી
રહી છે.
ભાટિયા
: આજે બપોરે ભારે પવન અને ગાજવીજ સાથે અડધા ઇંચથી વધુ કમોસમી વરસાદ પડતા રોડ પર પાણી
ફરી વળ્યા હતા.