• શુક્રવાર, 03 એપ્રિલ, 2026

ટ્રમ્પનો ઈરાન યુદ્ધમાં નિર્ણાયક જીતનો દાવો

જંગ વચ્ચે રાષ્ટ્રજોગ સંબોધન : ખાડીનાં સહયોગી દેશોને કોઈ હાનિ થવા નહીં દેવાનો હુંકાર

નવી દિલ્હી,તા.2: અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન યુદ્ધ વચ્ચે રાષ્ટ્રજોગ સંબોધનમાં મોટો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, અમેરિકાની સેનાએ ઈરાનમાં તેજ અને નિર્ણાયક જીત હાંસલ કરી લીધી છે અને હવે આ યુદ્ધ અંત ભણી આગળ વધી રહ્યું છે.

પોતાનાં સંબોધનમાં ટ્રમ્પે કહ્યું હતું કે, અમેરિકાનાં મુખ્ય વ્યૂહાત્મક લક્ષ્યો લગભગ પૂરા થઈ ચૂક્યા છે. તેમણે આ યુદ્ધને અમેરિકાનાં સૈન્ય ઈતિહાસની સૌથી પ્રભાવશાળી અને સટીક કાર્યવાહી પૈકી એક ગણાવી હતી. તેમણે ઉમેર્યુ હતું કે, ઈરાનની નૌસેના નષ્ટ થઈ ગઈ છે અને વાયુસેના પણ ખંડેરમાં ફેરવાઈ ગઈ છે. ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી)નાં નેતૃત્વને ગંભીર હાનિ થઈ છે. ઈરાનની સૈન્ય ક્ષમતાને નિર્ણાયક ઝટકા લાગ્યા છે.

તેમણે આગળ ઉમેર્યુ હતું કે, અમેરિકા પોતાનાં સહયોગીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ક્ષેત્રમાં સક્રિય રહેશે. આ દરમિયાન તેમણે ઈઝરાયલ, સાઉદી અરબ, યુએઈ, કતાર, કુવૈત અને બહેરીન સહિતનાં અનેક દેશોનો આભાર પણ માન્યો હતો અને ઉમેર્યુ હતું કે, અમેરિકા તેમને કોઈ નુકસાન થવા દેશે નહીં અને નિષ્ફળ પણ નહીં થવા દ્યે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક