• શનિવાર, 04 એપ્રિલ, 2026

યુદ્ધની આફત વચ્ચે પણ દેશભરમાં સ્થાનિક LPG વેચાણ સામાન્ય રહ્યું દેશમાં દરરોજ 28 લાખ LPG સિલિન્ડર પહોંચાડવામાં આવે છે : IOC

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.3 : વૈશ્વિક ઊર્જા બજારોને અસર કરતી તાજેતરની ભૂરાજકીય ઘટનાઓ વચ્ચે પણ ભારતમાં એલપીજી પુરવઠો સ્થિર રહ્યો છે. સ્થાનિક એલપીજીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. પરિણામે તમામ એલપીજી ગ્રાહકોની માગને સંતોષવાનો પ્રયાસ ઈન્ડિયન ઓઈલ દ્વારા કરાયો છે.

ઇન્ડિયન ઓઇલ દ્વારા હાલમાં દરરોજ લગભગ 28 લાખ એલપીજી સિલિન્ડર પહોંચાડવામાં આવી રહ્યા છે. જે વર્તમાન ભૂરાજકીય તણાવની શરૂઆત પહેલાંના સામાન્ય ડિલિવરી સ્તર સાથે સુસંગત છે. ગ્રાહકોને એલપીજી રિફિલ બુક કરવા માટે એસએમએસ અને આઈવીઆરએસ જેવા ડિજીટલ મોડનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. હાલમાં લગભગ 87 ટકા બાકિંગ ડિજીટલ પ્લેટફોર્મ દ્વારા પ્રાપ્ત થાય છે. ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ્સ  સાથે કરવામાં આવી રહી છે.

કોર્પોરેશન તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવતી ચિંતાઓને સક્રિયપણે સાંભળી રહ્યું છે અને તેમને તાત્કાલિક ઉકેલવા માટે પ્રતિબદ્ધ છે. ઈન્ડેનના ગ્રાહકોને ઝડપી સહાય માટે indanecareho@indianoil.in પર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે. કાળાબજાર અને સંગ્રહખોરીને રોકવા માટે, એલપીજી વિતરકોનું ઓચિંતી તપાસ કરવા માટે બહુવિધ ક્રોસ-ફંક્શનલ ટીમો તૈયાર છે. આજદિન સુધીમાં 7,500થી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાંથી 141 વિતરકો સામે કાર્યવાહી કરાઈ છે અને પાંચ વિતરકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં, લગભગ 68,000 દરોડા પાડવામાં આવ્યા છે, 855 એફઆઈઆર નોંધવામાં આવી છે અને 48,000થી વધુ સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક