નવા ચહેરાઓને મળી તક :
શિક્ષિત અને સામાજિક રીતે સક્રિય
મહિલા ઉમેદવારોની સંખ્યામાં વધારો
(ફૂલછાબ ન્યુઝ)
ભાવનગર, તા. 11: ભાવનગરમહાનગરપાલિકાની ચૂંટણી માટે ગઈ કાલે
મોડી રાત્રે ભાજપ દ્વારા 51 પૈકી 47 ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા. જેમા 7 ને રિપીટ
કરવામાં આવ્યા છે જ્યારે મેયર, ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા, દંડક, પૂર્વ સ્ટેન્ડિંગ
કમિટી ચેરમેન સહિત 36ને કાપવામાં આવ્યા છે. ઉમેદવારો જાહેર થતા તખ્તેશ્વર અને દક્ષિણ
સરદારનગર સહિતના વોર્ડમાં ઉમેદવારો સામે વિરોધ પણ થયો હતો.
ભાજપ દ્વારા જાહેર કરાયેલા 47 ઉમેદવારમાં હાલના શિક્ષણ
સમિતિના બે સભ્ય, બે પૂર્વ ડેપ્યુટી મેયર, પૂર્વ નગરસેવકો, વર્તમાન અને પૂર્વ વોર્ડ
પ્રમુખ, પૂર્વ મહામંત્રી, યુવા મોરચાના હોદ્દેદારો સહિતનો સમાવેશ કરાયો છે. ભાવનગર
મહાનગરપાલિકા ની આગામી ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની સત્તાવાર
જાહેરાત કરવામાં આવી છે. આ યાદીમાં પક્ષ દ્વારા ‘નો-િરપીટ’ થિયરી અને જ્ઞાતિગત સમીકરણોને
પ્રાધાન્ય આપવામાં આવ્યું હોય તેમ જણાય છે. કુલ 13 વોર્ડ માટે જાહેર કરાયેલી આ યાદીમાં
અનેક પીઢ નેતાઓના નામ કાપી નાખવામાં આવ્યા છે, જ્યારે નવા અને ઉત્સાહી ચહેરાઓને ચૂંટણીના
મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
ભાજપે સામાજિક સમરસતા જાળવવા
માટે ઘઇઈ, જઈ અને મહિલા અનામત બેઠકો પર જે-તે વર્ગના મજબૂત ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા
છે. ખાસ કરીને શિક્ષિત અને સામાજિક રીતે સક્રિય મહિલા ઉમેદવારોની સંખ્યામાં વધારો જોવા
મળ્યો છે.