• રવિવાર, 12 એપ્રિલ, 2026

લછાબ માનવ સેવા ટ્રસ્ટ અને એસ.પી.ધામેલિયા પરિવાર દ્વારા લીલાખામાં કાલે સર્વરોગ નિદાન કેમ્પ

ફૂનિષ્ણાત ડોક્ટરો દ્વારા મફત સારવાર, લોહીની તપાસ, દવાઓ અને ચશ્મા સહિત આરોગ્ય સેવા ઉપલબ્ધ કરાશે

લીલાખા, તા.10 : ફૂલછાબ માનવ સેવા ટ્રસ્ટ અને એસ પી ધામેલિયા પરિવારના સહયોગથી લીલાખા ગામે તા. 12 એપ્રિલ રવિવારે સવારે 9થી 12:30 દરમિયાન સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પનું ઉદ્ઘાટન સ્થાનિક ધારાસભ્ય, સમાજના આગેવાનો અને વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવશે.

આ કેમ્પમાં રાજકોટના નિષ્ણાત ડોક્ટરો હાડકાં, સાંધા, સ્ત્રીરોગ, દાંત, ચામડી, આંખ, કાન-નાક-ગળા, બાળરોગ અને કિડની સંબંધિત રોગોની મફત તપાસ અને સારવાર કરશે. તેમજ લોહીની તપાસ જેવી કે ડાયાબિટીસ, હિમોગ્લોબિન, બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલની ચકાસણી પણ વિનામૂલ્યે કરવામાં આવશે. જરૂરિયાતમંદ દર્દીઓને મફત દવાઓ અને ચશ્મા આપવામાં આવશે. યુનિક હોસ્પિટલ, ક્રાઇસ્ટ હોસ્પિટલ સહિતના નિષ્ણાતો વિવિધ વિભાગોમાં સેવા આપશે. આ કેમ્પમાં આંખ, દાંત, ત્વચા, હૃદય, પેટ અને મૂત્રરોગ સહિતના તમામ સામાન્ય તથા વિશેષ રોગોની સારવાર ઉપલબ્ધ રહેશે. આ કેમ્પમાં લેબોરેટરી તપાસ, બીપી, શુગર અને અન્ય પ્રાથમિક આરોગ્ય ચકાસણીઓ પણ કરવામાં આવશે.

આ સમગ્ર કાર્યક્રમ સ્વ. ધામેલિયા પરિવારના પૂર્વજોની સ્મૃતિમાં યોજાયો છે અને સમાજ સેવાના હેતુથી વિશાળ આરોગ્ય સેવા પ્રદાન કરવામાં આવી રહી છે. ફૂલછાબ માનવ સેવા ટ્રસ્ટ અને એસ પી ધામેલિયા પરિવારના સહયોગથી આયોજિત આ કેમ્પમાં આસપાસના ગામોના મોટી સંખ્યામાં દર્દીઓને નિદાન અને સારવારનો લાભ મળશે તેમજ મફત દવાઓ અને ચશ્મા આપવામાં આવશે. આ સેવા માનવતાના હેતુથી અને ગ્રામ્ય આરોગ્ય સુધારણા માટે મહત્ત્વપૂર્ણ બની રહેશે. સ્થાનિક લોકોમાં આરોગ્ય જાગૃતિ વધારવાનો પણ ઉદ્દેશ રાખવામાં આવ્યો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક