• બુધવાર, 22 એપ્રિલ, 2026

બોટાદમાં આજે મુખ્યમંત્રીની ‘િવશ્વાસ સંકલ્પ સભા’

ચુસ્ત પોલીસ બંદોબસ્ત, હજારો કાર્યકરોની ઉપસ્થિતિની શક્યતા : વિકાસ મુદ્દે જનસમર્થન મેળવવાનો પ્રયાસ

બોટાદ, તા.21: બોટાદ જિલ્લામાં આજે તા.22ને બુધવારે રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાનારે છે. આ અંતર્ગત બોટાદ-ગઢડા રોડ ઉપર આવેલા નીલકંઠ પાર્ટી પ્લોટ ખાતે સાંજે 5.30 વાગ્યે વિશ્વાસ સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત આ સભામાં વિકાસના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને જનસમર્થન મેળવવાનો પ્રયત્ન કરવામાં આવશે. કાર્યક્રમને લઈ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં ટ્રાફિક વ્યવસ્થા સહિત સુરક્ષાને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સભામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો, આગેવાનો અને સ્થાનિક નાગરિકોની ઉપસ્થિતિ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પાર્ટી દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. આ મુલાકાતને પગલે બોટાદ જિલ્લામાં રાજકીય ગરમાવો વધ્યો છે અને આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ સભા        મહત્વપૂર્ણ સાબિત થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. આ સભામાં મંત્રી રીવાબા જાડેજા, ધારાસભ્ય કાળુભાઈ ડાભી, ગઢડા ધારાસભ્ય શંભુનાથ ટુંડીયાં સહિત બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલ, જિલ્લા સંગઠન સાથે જોડાયેલા તમામ કાર્યકરો, આગેવાનો અને ઉમેદવારો ઉપસ્થિત રહેશે.

ઇ-પેપરના નવા શુલ્ક