હૈદરાબાદ તા.21: ટી-20 ફોર્મેટના આઇસીસી ક્રમાંકના નંબર વન બેટર અભિષેક શર્માની 10 ચોક્કા અને 10 છક્કાથી 13પ રનની વિસ્ફોટક અણનમ ઇનિંગથી આઇપીએલના આજના મેચમાં દિલ્હી કેપિટલ્સ વિરૂધ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 2 વિકેટે 242 રન ખડકયાં હતા. અભિષેકે આઇપીએલ ઈતિહાસનો પાંચમો વ્યકિતગત શ્રેષ્ઠ સ્કોર નોંધાવ્યો હતો. અભિષેકની આંધી પહેલી ઓવરથી લઇને છેલ્લી ઓવર સુધી ચાલુ રહી હતી. આ દરમિયાન દિલ્હીના તમામ બોલર ઉડી ગયા હતા. અભિષેક શર્મા 68 દડામાં 10 ચોક્કા-10 છક્કાથી 13પ રને નોટઆઉટ રહ્યો હતો. તેના અને ટ્રેવિસ હેડ (37) વચ્ચે પહેલી વિકેટમાં પ3 દડામાં 97 રનની ભાગીદારી થઇ હતી. આ પછી સનરાઇઝર્સ કપ્તાન ઇશાન કિશન અને અભિષેક વચ્ચે બીજી વિકેટમાં 3પ દડામાં 79 રનનો ઝડપી ઉમેરો થયો હતો. કિશન 13 દડામાં 2 ચોક્કા-1 છક્કાથી કમનસીબ પણ ફોલો થ્રુમાં રનઆઉટ થયો હતો.
ડેથ
ઓવર્સમાં અભિષેક અને કલાસેને પાવર હિટિંગ કરી રન રફતાર વધુ તેજ કરી હતી. કલાસેન માત્ર
12 દડામાં 3 ચોક્કા અને 3 છક્કાથી 37 રને નોટઆઉટ રહ્યો હતો. આ બે વચ્ચે ચોથી વિકેટની
અતૂટ ભાગીદારીમાં 32 દડામાં 68 રનનો ઉમેરો થયો હતો. સનરાઇઝર્સની ઇનિંગમાં 16 છક્કા
અને 17 ચોક્કા લાગ્યા હતા. આથી 164 રન બાઉન્ડ્રીથી બન્યા હતા.