શેરબજારમાં 4 લાખનું નુકસાન થતાં આર્થિક ભીંસમાં આવેલા ટિફિન સર્વિસવાળાએ પૈસા ન મળતા વૃદ્ધાનું ગળું કાપી નાખ્યું હતું : ફિંગર પ્રિન્ટે ગુનાનો પર્દાફાશ કર્યો
જૂનાગઢ,
તા.17 : જૂનાગઢના ગિરિરાજ સોસાયટી વિસ્તારમાં આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં પાંચ દિવસ
પહેલાં સાંજના સમયે એક 59 વર્ષીય વૃદ્ધાની ગળું કાપીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી.
આ સનસનાટીભર્યા હત્યાકાંડનો ભેદ ઉકેલવામાં જૂનાગઢ પોલીસને મોટી સફળતા મળી છે. ચોંકાવનારી
વિગત એ સામે આવી છે કે વૃદ્ધાની હત્યા કરનાર બીજું કોઈ નહીં પણ તેમનો પરિચિત જ નીકળ્યો
છે, જેણે આર્થિક ભીંસનાં કારણે પૈસાની માગણી પૂરી ન થતાં આ હિચકારું કૃત્ય આચર્યું
હતું. પોલીસે માત્ર એક ચાની ખાલી રકાબી પરથી આ અંધારપટ અંજામનો ભેદ ઉકેલી નાખ્યો છે.
ચિત્રકૂટ
સોસાયટીમાં રહેતી સુનિતાબેન રમેશ રાયજા ઉંમર 59ની ગત તા.12ના સાંજના સમયે તેનાં ઘરમાં
ગળુ કાપી હત્યા કરી હતી. આ બનાવની જાણ થતા વિસ્તારમાં ચકચાર ફરી વળી હતી. પોલીસે મૃતકના
પુત્ર દિલીપ રમેશ રાયજાની ફરિયાદના આધારે અજાણ્યા શખસ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
હતી. આ કેસનો ભેદ ઉકેલવા જિલ્લા પોલીસવડાની સૂચનાને પગલે ડીવાયએસપી હિતેશ ધાધલિયાનાં
માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાંચ અને બી ડિવિઝન પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી હતી. દરમિયાનમાં મૃતકનાં ઘરેથી મળેલી ચાની ખાલી રકાબી
ઉપરથી આ કૃત્યમાં કોઈ જાણભેદુ સંડોવાયેલું હોવાની શંકા મજબૂત બનતા તે દિશામાં તપાસ
કરતા આ વિસ્તારમાં રહેતા અને ટિફિન સર્વિસનું કામ કરતો સુરેશ ઉર્ફે કાનો વાઘુમલ વાઘવાણીની
હિલચાલ શંકાસ્પદ જણાતા પોલીસે અટક કરી પૂછપરછ કરતા પ્રથમ પોતે નિર્દોષ હોવાનું રટણ
ચાલુ રાખ્યું હતું પરંતુ સુનિતાબેનનાં ઘરમાંથી મળેલી ચાની ખાલી રકાબીમાં સુરેશ વાઘવાણીના
ફિંગર પ્રિન્ટ મળી આવતા આ શખસને ક્રાઇમ બ્રાંચ ખાતે લાવી આગવી ઢબે પૂછપરછ કરતા ભાંગી
પડી ગુનાની કબૂલાત કરી હતી.
તેમણે
પોલીસને જણાવ્યું કે શેરબજારના ધંધામાં રૂપિયા ચાર લાખનું નુકસાન થતાં આર્થિક ભીસમાંથી
મુક્ત થવા માટે સુનીતાબેન પાસે પૈસાની માગણી કરી હતી પરંતુ તેમણે પૈસાની સલામતી માટે
સોનાના દાગીના આપવા માગણી કરી પરંતુ સોનું ન હોય તેથી ઉશ્કેરાઈ હત્યા કરી હતી.