44.5 ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી ગરમ
ક્ષ 12થી વધુ શહેરો હીટવેવની ચપેટમાં, પારો
40 ડિગ્રીને પાર : બપોરે કર્ફ્યૂ જેવો માહોલ
રાજકોટ
તા.17: ગુજરાતમાં ઉનાળાનો પ્રકોપ દિનપ્રતિદિન વધી રહ્યો છે, જેમાં સમગ્ર રાજ્ય જાણે
ભઠ્ઠીમાં શેકાઈ રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આજે રાજ્યના 12 કરતાં વધુ મુખ્ય
શહેરોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર નોંધાતા બપોરના સમયે રાજમાર્ગો પર માનવ મહેરામણ
ગાયબ થઈ ગયું હતું અને સ્વયંભૂ કર્ફ્યૂ જેવી સ્થિતિ જોવા મળી હતી. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર
અને મધ્ય ગુજરાતના વિસ્તારો ગરમ પવનો (લૂ) ના કારણે રીતસરના શેકાઈ રહ્યા છે. આજે સુરેન્દ્રનગર
44.5 ડિગ્રી સાથે સમગ્ર રાજ્યમાં સૌથી ગરમ
શહેર નોંધાયું છે, જ્યારે રાજકોટ 43.5 અને અમરેલી 43.3 ડિગ્રી તાપમાન સાથે કાળઝાળ ગરમીની
લપેટમાં છે.
દક્ષિણ
ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે દીવ, વેરાવળ અને ઓખામાં તાપમાનનો
પારો 32 થી 35 ડિગ્રીની આસપાસ રહ્યો છે, જે મેદાની વિસ્તારો કરતા ઓછો છે પરંતુ, દરિયાઈ
ભેજના ઊંચા પ્રમાણને કારણે આ વિસ્તારોમાં અસહ્ય બફારો અને પરસેવો વળવાની સમસ્યાથી લોકો
પરેશાન બન્યા છે. ગુજરાતમાં આકરી ગરમીનો દોર યથાવત્ છે. જોકે આગામી બે દિવસ બાદ રાજ્યમાં
ગરમીથી આંશિક રાહત મળી શકે છે. હવામાન વિભાગ અનુસાર આગામી આજે અને આવતીકાલે દરિયાકાંઠાના
વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત હવામાન રહી શકે છે. બે દિવસ બાદ રાજ્યના મહત્તમ તાપમાનમાં
2 ડિગ્રી સુધીનો ઘટાડો થઇ શકે છે.
શહેર તાપમાન
સુરેન્દ્રનગર 44.5
રાજકોટ 43.5
અમરેલી 43.3
અમદાવાદ 43.0
ગાંધીનગર 43.0
વડોદરા 42.6
ભુજ 42.6
ડીસા 42.3
સુરત 41.9
ભાવનગર 41.2
જૂનાગઢ 40.4
ડાંગ 40.1
કંડલા 38.4
નલિયા 35.5
પોરબંદર 35.4
દમણ 35.2
ઓખા 35.0
ગુજરાતમાં
15 જૂને ચોમાસાના આગમનની શકયતા
હવામાન
વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી વિગતો અનુસાર 16 મે 2026ના રોજ ચોમાસાની ઉત્તરીય મર્યાદા
આંદામાન અને નિકોબાર ટાપુઓ તેમજ બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વ હિસ્સા સુધી પહોંચી ગઈ
છે. 5 જૂન સુધીમાં ચોમાસું દક્ષિણ ભારતના આંતરિક ભાગોમાં પહોંચશે. મહારાષ્ટ્ર, તેલંગાણા
અને ઓડિશા જેવા રાજ્યોમાં ચોમાસું 10 જૂન સુધીમાં પહોંચવાનું અનુમાન છે. તેમજ ગુજરાત,
મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં 15 જૂન સુધીમાં ચોમાસાનં આગમન થઇ શકે છે. રાજ્યના બાકીના
ભાગો અને રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં 20 જૂન સુધીમાં ચોમાસું આગળ વધી શકે છે. દિલ્હી,
પંજાબ અને હરિયાણામાં ચોમાસું 25 જૂન સુધીમાં પહોંચી શકે છે.