• મંગળવાર, 02 જૂન, 2026

ફાઇનલની હાર બાદ ગુજરાતના ખેલાડીઓની બસમાં આગ : તમામ સુરક્ષિત

અમદાવાદ, તા.1: રવિવારે રાત્રે અમદાવાદ ખાતે ગુજરાત ટાઇટન્સ (જીટી) અને આરસીબી વચ્ચે રમાયેલી આઇપીએલ ફાઇનલ બાદ મોડી રાત સુધી એવોર્ડ સેરિમની ચાલી હતી. ત્યાર બાદ જીટીના ખેલાડીઓ તેમજ સપોર્ટ સ્ટાફને લઇને હોટલ પરત જતી બસમાં ટેકનિકલ ફોલ્ટ સર્જાતા નજીવી આગ સાથે ધુમાડો ફેલાયો હતો. પરિસ્થિતિ ગંભીર બનતા ટીમ મેનેજમેન્ટ અને સુરક્ષા કર્મચારીઓએ તરત જ કાર્યવાહી કરી હતી. તમામ ખેલાડીઓ અને સ્ટાફને બસમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. સદ્નસીબે આ ઘટનામાં કોઈપણ ખેલાડી કે સ્ટાફ સભ્યને ઇજા પહોંચી ન હતી.

ઘટના બાદ સમગ્ર ટીમને થોડા સમય માટે રસ્તા પર જ રાહ જોવી પડી હતી. ત્યાર બાદ ટીમ માટે બીજી બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. નવી બસ દ્વારા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને સુરક્ષિત રીતે હોટલ પહોંચાડવામાં આવ્યા હતા.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક