ચાર દિવસની બેઠકના અંતે વચગાળાના વેપાર કરાર પર મહોર લાગી શકે છે
નવી
દિલ્હી, તા. 1 : ભારત અને અમેરિકા વચ્ચે ચાર દિવસ ચાલનારી ઉચ્ચસ્તરીય વ્યાપારી વાતચીતના
અંતે વચગાળાની વેપાર સમજૂતીને અંતિમ મહોર મરાય તેવી શક્યતા છે.
બેય
દેશના અધિકારી દિલ્હીમાં આ કરારને અંતિમરૂપ આપશે, જેના ફ્રેમવર્ક પર ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં
સહમતી સધાઈ હતી.
રાજધાનીમાં
સોમવારથી શરૂ થયેલી ચાર દિવસની બેઠકમાં અમેરિકી પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ ત્યાંના
મુખ્ય વાર્તાકાર બ્રેન્ડન લિંચ કરી રહ્યા છે.
બીજીતરફ,
ભારતીય ટીમનું સુકાન વાણિજ્ય મંત્રાલયના અધિક સચિવ તેમજ મુખ્ય વાર્તાકાર દર્પણ જૈન
કરી રહ્યા છે. બન્ને દેશ વ્યાપક દ્વિપક્ષીય વેપાર સમજૂતી બજારની પહોંચ, ટેરિફમુક્ત
પગલાં, કસ્ટમ્સ, રોકાણને પ્રોત્સાહન, આર્થિક સુરક્ષા જેવા અનેક મહત્ત્વના મુદ્દાઓ પર
વાતચીત આગળ વધારશે.
નક્કી
કરાયેલા ફ્રેમવર્ક મુજબ ભારતે તમામ ઔદ્યોગિક વસ્તુઓ, કૃષિ પેદાશો પર ટેરિફ હટાવવાનો
પ્રસ્તાવ આપ્યો છે.
બદલામાં
ભારતે પાંચ વર્ષમાં અમેરિકા પાસેથી 500 અબજ ડોલર એટલે કે, લગભગ 47 લાખ કરોડ રૂપિયાના
ઊર્જા ઉત્પાદનો, કિંમતી ધાતુઓ, વિમાનોના પાર્ટસ ખરીદવાની ઈચ્છા બતાવી છે.