• મંગળવાર, 02 જૂન, 2026

ઘાતક દિવ્યાત્રનું સફળ પરીક્ષણ

નવી દિલ્હી, તા. 1 : ભારતે સંરક્ષણ ક્ષેત્રે વધુ એક નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. હોવરીટ કંપનીએ રાજસ્થાનના જોધપુરમાં સ્વદેશી આત્મઘાતી ડ્રોન દિવ્યાત્ર એમકે-1નું સફળ પરીક્ષણ કર્યું હતું.

ભારતીય સેનાના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં વાહન પર મોબાઇલ લોન્ચરથી દિવ્યાત્ર અનેકવાર સફળતાપૂર્વક છોડાયું હતું. દિવ્યાત્ર ડ્રોને બેટલફિલ્ડ મોબિલિટી અર્થાત્ યુદ્ધક્ષેત્રમાં લઇ જવાની સરળતા, તેજ તૈનાતી, પરિચાલનની તૈયારી, સજ્જતા સાબિત કરી હતી. આ પરીક્ષણ સામાન્ય યુદ્ધ સ્થિતિઓમાં કરાયું હતું, જેના પરથી એવી સ્પષ્ટ પ્રતીતિ થઇ હતી કે, આ ડ્રોન વાસ્તવિક લડાઇના મેદાનમાં પણ અસરકારક રીતે કામ કરી શકે તેમ છે.

લગાતાર પાંચ કલાક હવામાં રહી શકતું દિવ્યાત્ર 500 કિલોમીટર સુધી મારક ક્ષમતા ધરાવે છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક