અમદાવાદ, તા.1 : આઇપીએલ-2026 સીઝનના એવોર્ડસ વિતરણમાં 1પ વર્ષીય વન્ડર બોય વૈભવ સૂર્યવંશી દબદબો રહ્યો હતો. તેણે ઓરેન્જ કેપ ઉપરાંત પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ, મોસ્ટ વેલ્યૂએબલ પ્લેયર (એમવીપી) અને ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટના એવોર્ડ કબજે કર્યા હતા. વૈભવ સૂર્યવંશીનાં નામે 16 મેચમાં 237.30ની જબરદસ્ત સ્ટ્રાઇક રેટથી 776 રન રહ્યા હતા. આ દરમિયાન તેણે 72 છક્કા ફટકાર્યા હતા. અને ક્રિસ ગેલનો પ9 છક્કાનો રેકોર્ડ તોડયો હતો. વૈભવ રાજસ્થાન રોયલ્સ માટે વન મેન આર્મી બની રહ્યો હતો અને તેના મુખ્ય યોગદાનથી ટીમ પ્લેઓફ સુધી પહોંચી હતી. ઓરેન્જ કેપમાં બીજા સ્થાને શુભમન ગિલ (732) અને ત્રીજા સ્થાને સાઇ સુદર્શન (722) રહ્યા હતા.
ઇનામ
વિતરણ સમારંભમાં વૈભવ સૂર્યવંશીએ જણાવ્યું કે તેની કોશિશ રહેશે કે આવતાં વર્ષની સીઝનમાં
આવો જ દેખાવ રહે ત્યારે હું દબાણમાં ન હતો, પણ અત્યારે છું કારણ કે બેટિંગ કરવા નહીં
ઇન્ટરવ્યૂ માટે આવ્યો છું. હવે હું દૂધ નથી પીતો. મારી ગેમ પર ભરોસો રાખું છું અને
વિચારું છું કે જો પહેલા બોલને જ સારી રીતે હિટ કરી શકીશ તો ઓલ હિટ સુધી જઇ શકું છું.
તેણે કહ્યું હવે તે પોતાની ફિટનેસ પર કામ કરશે અને ઇજાથી બચવાનો પ્રયાસ કરશે. મને અહીં
શીખવા મળ્યું કે આપ હંમેશાં આક્રમક રમી શકો નહીં, દબાણમાં ટીમના હિસાબે રમવાનું હોય
છે.