ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0 અંતર્ગત વર્ષ 2025માં ગુજરાત પોલીસની સ્ટ્રાઇક, 565 Bિઍંછ અને 4,000થી વધુ ગુનાઓની થઈ ઓળખ
અમદાવાદ
તા.1: ગુજરાતના નાગરિકોને સાયબર ગુનેગારોની જાળમાંથી બચાવવા માટે રાજ્યના ગૃહ વિભાગ
અને ગુજરાત પોલીસે ડેટા ઇન્ટેલિજન્સના સહારે એક અસાધારણ સફળતા મેળવી છે. રાજ્યમાં ચલાવવામાં
આવેલા એક વિશેષ ઓપરેશન અંતર્ગત, કરોડો રૂપિયાની હેરાફેરી કરવા માટે વપરાતા શંકાસ્પદ
બેંક ખાતાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં આ ઓપરેશન દ્વારા
માત્ર 2,289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ જ નથી થયો, પરંતુ 638 જેટલા આરોપીઓને જેલભેગા
કરીને રાજ્ય સરકારે સાયબર ગુનેગારોને આકરો સંદેશ આપ્યો છે.
ગુજરાતના
નાગરિકોને સાયબર ક્રાઇમ સામે સુરક્ષિત કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં
સક્રિય પ્રયાસો થઈ રહ્યા છે. નાગરિકોની મહેનતની કમાણીના રૂપિયા સાયબર ગુનેગારોના હાથમાં
ન જાય અને સાયબર ક્રાઇમાં સંડોવાયેલા ગુનેગારોને આકરી સજા મળે તે હેતુથી રાજ્ય પોલીસ
દ્વારા વિવિધ પ્રકારના ઓપરેશન હાથ ધરી કડક કાર્યવાહી કરાઈ રહી છે. મુખ્યમંત્રી તથા
નાયબ મુખ્યમંત્રીના નેતૃત્વમાં એક વિશેષ ઓપરેશન સમગ્ર રાજ્યમાં ચલાવવામાં આવ્યું હતું.
વર્ષ 2025માં ગુજરાત પોલીસ અને સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0 ચલાવાયું હતું. આ
ઓપરેશનમાં તમામ પોલીસ કમિશ્નર, રેન્જ વડાઓ, લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટર્સ અને
સાયબર પોલીસ સ્ટેશનોને જોડવામાં આવ્યા હતા. આ ઓપરેશનનું દૈનિક મોનિટારિંગ કરીને પ્રોગ્રેસ
રિપોર્ટ વડી કચેરીએથી લેવામાં આવ્યો હતો. ગુજરાત પોલીસની ટીમે ઇન્ડિયન સાયબરક્રાઈમ
કોઓર્ડિનેશન સેન્ટર, એનસીઆરપી પોર્ટલ, સમન્વય પોર્ટલ અને 1930 હેલ્પલાઈન દ્વારા મળેલા
ડેટાને સંકલિત કર્યો હતો. આ ડેટા ઇન્ટેલિજન્સના આધારે તમામ જિલ્લાઓમાં નોડલ અધિકારીઓની
નિમણૂક કરીને ફિલ્ડ પર મળેલી ફરિયાદો માટે સપોર્ટ ટીમ બનાવવામાં આવી હતી. તમામ બેન્કોને
રિયલ ટાઇમ ડેટા શારિંગ માટે સૂચનાઓ આપીને યોગ્ય સંકલન કરવામાં આવ્યું હતું. આ રીતે ડેટા ઇન્ટેલિજન્સ અને
યોગ્ય સંકલન દ્વારા મ્યૂલ અકાઉન્ટની ગુનાહિત પ્રવૃત્તિના મૂળ પર ઘા કરીને ગુજરાત પોલીસે
અભૂતપૂર્વ પરિણામો મેળવ્યા છે. આ ઓપરેશન અંતર્ગત કુલ 565 એફઆઈઆર નોંધવામાં આવી હતી
જેમાં 638 જેટલા આરોપીઓની ધરપકડ કરાઈ છે. ચાર હજારથી વધુ ગુનાની ઓળખ થઈ છે જે પૈકી
491 ગુજરાતમાં હોવાનું ખુલ્યું છે.
મ્યૂલ
અકાઉન્ટ શું છે ?
મ્યૂલ
એકાઉન્ટ એવા બેંક એકાઉન્ટ છે જેનો ઉપયોગ સાયબર ગુનેગારો છેતરાપિંડીથી મેળવેલા નાણાં
મેળવવા, ટ્રાન્સફર કરવા અને લૉન્ડારિંગ કરવા માટે કરે છે. જે વ્યક્તિ આ એકાઉન્ટ ધરાવે
છે તેને ‘મની મ્યૂલ‘ તરીકે ઓળખવામાં આવે છે. આ ખાતાઓની મદદથી
સાયબર ગુનેગારો એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરી દે છે. ગુજરાત પોલીસે
આવા મ્યૂલ અકાઉન્ટની ઓળખ કરીને તેમની સામે કાર્યવાહી કરવા માટે જ આ ઓપરેશન ચલાવ્યું
છે. મ્યૂલ અકાઉન્ટ જાણીજોઈને અથવા અજાણતા સાયબર ગુનાઓમાં ઉપયોગમાં લેવામાં આવે છે.
છઇઈં
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી મ્યૂલ અકાઉન્ટ સામે કાર્યવાહી કરશે
મ્યૂલ
અકાઉન્ટ સામેની આ કામગીરીને વધુ કાર્યક્ષમ અને પ્રોએક્ટિવ બનાવવાના હેતુથી, રિઝર્વ
બેન્ક ઓફ ઇન્ડિયાના દિશાનિદર્શન અંતર્ગત ઇન્ડિયન ડિજિટલ પેમેન્ટ ઇન્ટેલિજન્સ કોર્પોરેશન
દ્વારા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજીના ઉપયોગથી રિસ્ક સ્કારિંગ પ્રણાલી અમલમાં
મુકવામાં આવી રહી છે. આ પ્રણાલી અંતર્ગત દરેક ટ્રાન્ઝેક્શનને લૉ રિસ્ક, મીડિયમ રિસ્ક
અને હાઈ રિસ્ક તરીકે વર્ગીકૃત કરાશે આ સ્કોરના આધારે બેન્કો જરૂરી કાર્યવાહી કરી શકે
છે. વિવિધ બેન્કો વચ્ચે શંકાસ્પદ એકાઉન્ટ્સની શેર કરવા માટે ળીહયવીક્ષાયિંિ.ફશ નામની
રજીસ્ટ્રી પણ બનાવવામાં આવી છે, જેના માટે ઈંઉઙઈંઈ નોડલ એજન્સી રહેશે.
ઓપરેશન
મ્યૂલ હન્ટ 1.0ની મુખ્ય સિદ્ધિઓ
ઁ કુલ એફઆઇઆર : 565
ઁ કુલ ધરપકડ : 638
ઁ મ્યૂલ અકાઉન્ટ પર કાર્યવાહી: 913
ઁ ગુનાઓની ઓળખ : 4052
ઁ આર્થિક ફ્રોડ મૂલ્ય : 2289 કરોડ
ઓપરેશન
બાદ બેન્કિંગ વ્યવહારમાં જોવા મળેલા ફેરફાર
ઁ ચેક દ્વારા ઉપાડમાં 75 ટકાનો ઘટાડો
ઁ માસિક ચેક ઉપાડ 126 કરોડથી ઘટીને 25 કરોડ
થયા જે 80 ટકા જેટલો ઘટાડો દર્શાવે છે.
ઁ પ્રથમ લેયરના મ્યૂલ એકાઉન્ટ એટલે કે જ્યાં
સૌથી પહેલા પૈસા જમા થાય છે તેવા એકાઉન્ટની સંખ્યામાં ઓગષ્ટથી ડિસેમ્બર 2025 સુધીમાં
30 ટકાનો ઘટાડો.
ઁ સપ્ટેમ્બરથી ડિસેમ્બર 2025 સુધીમાં એટીએમ
ઉપાડમાં 66 ટકા જેટલો ઘટાડો.