• સોમવાર, 01 જૂન, 2026

PSG સતત બીજા વર્ષે ચેમ્પિયન્સ લીગ વિજેતા

ફાઇનલમાં આર્સેનલ વિરૂધ્ધ પેનલ્ટી શૂટઆઉટમાં 4-3 ગોલથી જીત

જીતના જશ્નમાં પેરિસમાં તોફાન : બે લોકોનાં મૃત્યુ

બુડાપેસ્ટ તા.31: યૂએફએ ચેમ્પિયન્સ લીગ-202પ-26 ફાઇનલમાં પેરિસ સેંટ જર્મેન (પીએસજી)એ આર્સેનલ ટીમને પેનલ્ટી શૂટઆઉટમાં હાર આપીને સતત બીજીવાર યૂરોપના સૌથી પ્રતિષ્ઠિત કલબ ટૂર્નામેન્ટનો ખિતાબ જીત્યો હતો. ફાઇનલમાં નિર્ધારિત અને એકસ્ટ્રા ટાઇમમાં મુકાબલો 1-1 ગોલની બરાબરી પર રહ્યો હતો. આ પછી પેનલ્ટી શૂટઆઉટમાં પીએસજીનો 4-3 ગોલથી દિલધડક વિજય થયો હતો. આ સાથે જ વર્ષ 2018 બાદથી ઉપરાઉપરી બે ચેમ્પિયન્સ લીગ ટ્રોફી હાંસલ કરનારી પીએસજી પહેલી ટીમ બની હતી.

પીએસજીના વિજય પછી ફ્રાંસ વિજયની જોરદાર ઉજવણી થઇ હતી. રાજધાની પેરિસમાં જીતના જશ્નમાં ફૂટબોલ ચાહકો ભાન ભુલ્યા હતા અને રસ્તા પર ઉપદ્રવ મચાવ્યો હતો. આથી પેરિસમાં બસ, ટ્રેન અને અન્ય જાહેર સેવાઓ પ્રભાવિત થઇ હતી. ઉપદ્રવીઓએ આગજની અને હિસંક ટકરાવ કર્યાં હતા. આથી પોલીસે લાઠીચાર્જ કર્યોં હતો અને ટિયર ગેરના સેલ છોડયા હતા. આ તોફાનમાં બે લોકોના મૃત્યુ થયા હતા.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક