• શુક્રવાર, 26 જૂન, 2026

જૂનાગઢમાં પાઈપથી હુમલો કરી યુવાનની હત્યા કરાઇ

ચારેય આરોપીઓ ઝડપાયા, શંકા કુશંકા કરી હત્યા કરી હોવાનું કારણ સામે આવ્યું

જૂનાગઢ, તા.25 : જૂનાગઢના સુખનાથ ચોક વિસ્તારમાં આવેલ માતરી રોડ ઉપર જાસુસીની શંકાના આધારે ઝઘડો કરી ચાર શખ્સોએ યુવાન પર પાઈપ વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી મૃત્યુને ઘાટ ઉતાર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાય છે.

આ અંગેની વિગત પ્રમાણે અહીંના માતરી રોડ ઉપર રહેતા મહમદ ઇલ્યાસ મહમદહુસેન મહીડાના માંગરોળ રહેતા ફઈબા ફાતિમાબેન પડોશમાં રહેતા અમીર હુસેન ના ઘરે આવેલ હોય તેથી મહમ્મદ ઇલિયાસ ની માતા તેની ખબર કાઢવા ગયેલ હતા. પરંતુ અમીરહુસેનને આ મહિલા પોતાના ઘરની જાસૂસી કરતી હોવાની શંકાથી ઝઘડો કર્યો હતો.

 આ અંગે મહંમદ ઈલિયાસ તેનો ભાઈ ઈમ્તિયાઝ મહમદ હુસેન (ઉં.40) સહિતના સમજાવવા જતા દિલાવર અલી રવન્ના, શહેબાજ અમીરહુસેન રવન્ના, સુલતાન રવન્ના અને સાહિલ રવન્નાએ મોડી સાંજે ઝઘડો કરી રેહાના બેન, ફરહાન અને જુફિયાન ઉપર હુમલો કરી ઢોર માર્યો હતો અને શહેબાજ ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કરી માથામાં ગંભીર ઇજા પહોંચાડતા મૃત્યુ થતાં આ ઘટના હત્યામા ફેરવાઈ હતી.

આ બનાવમાં એ ડિવિઝન પોલીસે મહમદ ઇલિયાસ મહમદ હુસેન મહિડાની ફરિયાદના આધારે હુમલાખોરો સામે હત્યાનો ગુનો નોંધી, ચારેય આરોપીને ઝડપી પાડયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક