રિઝર્વ
બેન્કે ગ્રાહકોની સલામતી અને સુવિધા માટે નિયમોમાં કર્યો સુધારો : જાન્યુઆરી 2027થી
થશે લાગુ
નવી
દિલ્હી, તા.2પ: ક્રેડિટ કાર્ડથી છેતરપિંડીની ફરિયાદ મળતાં જ પાંચ દિવસમાં બેન્કોએ ગ્રાહકને
શેડો રિવર્સલ એટલે કે હંગામી ધોરણે રકમ પરત કરવી પડશે તેવો નિર્ણય રિઝર્વ બેન્ક દ્વારા
લેવામાં આવ્યો છે.
જો
કે આવી ડિજીટલ ઠગાઈની ફરિયાદ પાંચ દિવસ બાદ મળશે તો ગ્રાહકની જવાબદારી બેન્કોની નીતિ
અનુસાર નિર્ધારિત કરવામાં આવશે.
આરબીઆઈ
દ્વારા ડિજીટલ વ્યવહારોમાં ગ્રાહકની દેવાદારી સીમિત કરવા માટે સુધારેલું માળખું જારી
કરવામાં આવ્યું છે. આ નિયમ જાન્યુઆરી 2027થી લાગુ કરવામાં આવશે.
સુધારેલા
નિયમો અંતર્ગત બેન્કોએ પોતાની સિસ્ટમ અને પ્રક્રિયાને એવી રીતે ઘડવા પડશે કે ગ્રાહક
ઈલેક્ટ્રોનિક બેન્કિંગ વ્યવહાર કરવામાં સુરક્ષિત રહે. આરબીઆઈએ
કહ્યું
છે કે, બેન્કો માટે જરૂરી છે કે તે પ00 રૂપિયા કરતાં વધુ કિંમતનાં ડિજીટલ વ્યવહાર માટે
ગ્રાહકને તુરંત એસએમએસ એલર્ટ મોકલે અને તેનાં માટે ગ્રાહક પાસેથી કોઈ જ શુલ્ક વસૂલવામાં
નહીં આવે. જો આ મેસેજ મળવા સાથે જ ગ્રાહક જવાબ આપે તો તે સમય અને તારીખ નોંધવી જરૂરી
બનશે.