• રવિવાર, 05 જુલાઈ, 2026

જૂનાગઢ શિશુમંગલ સંસ્થામાંથી બે સગીરા દીવાલ કૂદી ફરાર

યુવાનો પણ કૂદી ન શકે તેટલી ઉંચી દીવાલ સગીરાઓ કઈ રીતે કૂદી?: સુરક્ષા સામે ઉઠયા સવાલ 

જૂનાગઢ, તા.3: નિરાધાર યુવતિ, મહિલાઓ માટે આશ્રય સ્થાન જૂનાગઢના ગાંધીગ્રામમાં આવેલી શીશુમંગલમાંથી બે સગીરા દિવાલ કૂદી નાસી જતા સંસ્થામાં રહેતી યુવતીઓની સુરક્ષા સામે સવાલ ઉઠયા છે. 

ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી શિશુ મંગલ સંસ્થામાં પોરબંદર અને જુનાગઢ પંથકની બે 16 વર્ષની સગીરાને રહેતી હતી. આ બંને સગીરા ગઈકાલે સંસ્થાની દીવાલ કૂદી નાસી જતા સંસ્થાના સંચાલકો, કર્મચારીઓ સ્તબ્ધ થઈ ગયા હતા અને તપાસ બાદ સગીરાઓનો પતો નહીં લાગતા અંતે સી ડિવિઝન પોલીસમાં સંસ્થાના દયાબેન ભરતભાઈ ગાલોલીયાએ ફરિયાદ નોંધાવી છે.

આ સંસ્થામાં 24 કલાક સિક્યુરિટીનો બંદોબસ્ત છે અને સંસ્થાની દીવાલો પણ ઉંચી છે. યુવાનો પણ કૂદી શકે તેમ નથી. તેવામાં આ બે સગીરા કેવી રીતે નાસી ગઈ? તેવો સવાલ લોકોમાં ઉઠયો છે. આ કૃત્ય પાછળ કોઈની મદદ હોવાની શક્યતા પણ નકારી શકાતી નથી. 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક