ખંભાળિયા, તા.3: ખંભાળિયાના વિરમદળ નજીક ગત તા.1ના રોજ શાકભાજીના વેપારી આસિફ ઓસમાનભાઈ લાખા નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. આ મામલે પોલીસે આરોપી હાજા ભારમલભાઈ આસાણી અને અન્ય એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરની ધરપકડ કરી છે. પોલીસે બન્ને આરોપીઓ પાસેથી આશરે 28 લાખની કિંમતનું 39 તોલા સોનું, 17,200ની રોકડ, મૃતકના બે મોબાઈલ તેમજ ઇકો કાર અને છરી કબજે કર્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મુખ્ય આરોપી હાજા ભારમલભાઈ આસાણી મૃતકને પહેલેથી જ ઓળખતો હતો અને તેણે પોતાના સાગરીત કિશોર સાથે આસિફને ઇકો કારમાં બેસાડી વિરમદળ રોડથી વિંઝલપર ગામ તરફ અર્જણસર તળાવના અંતરિયાળ વિસ્તારમાં લઈ જઈ બોથડ પદાર્થ અને છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો
હતો. હાલ પોલીસ આ મામલે વધુ પુરાવા
મેળવવા માટે આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.