• સોમવાર, 10 ઑગસ્ટ, 2026

દેવભૂમિ દ્વારકા : જાહેરનામાનો ભંગ કરી માછીમારી કરવા ગયેલી સલાયાની 6 બોટો ઝડપાઈ

દ્વારકા,તા.9: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોસ્ટલ સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચોમાસાની સીઝનમાં દરિયામાં માછીમારી કરવા પર પ્રતિબંધ હોવા છતાં ગેરકાયદે માછીમારી કરવા ગયેલી સલાયાની કુલ 6 ટ્રોલર બોટોને એસઓજી પોલીસે ઝડપી પાડી છે. આ મામલે જિલ્લા કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા અને ગુજરાત ફિશરીઝ એક્ટની જોગવાઈઓ હેઠળ સલાયા

મરીન પોલીસ સ્ટેશનમાં

ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

    આ દરિયાઈ પેટ્રોલીંગ અને દરોડાની સફળ કાર્યવાહી રાજકોટ રેન્જ આઈજીપી નિર્લિપ્ત રાય અને દેવભૂમિ દ્વારકા એસ.પી. જયરાજાસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ એસઓજી પી.આઈ. વી.એ. રાણા તથા પી.એસ.આઈ. વી.એન. સિંગરખીયા, ડી.એ. વાળા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી, જેમાં એસઓજી સ્ટાફના મહમદ બ્લોચ, પૃથ્વીરાજાસિંહ વાઘેલા, કિશોરાસિંહ જાડેજા, વજાભાઈ લાંબરિયા અને પબુભાઈ માયાણી સહિતના જવાનોએ સંયુક્ત બાતમીના આધારે સલાયા બંદર, શફી ઢોરો તથા ચુડેશ્વર જેટી પાસેથી આ બોટોને ઝડપી પાડી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક