કપાસનું 21 લાખ હેક્ટરથી વધુ વાવેતર : મગફળીનું સ્થિર, એરંડાનાં વાવેતરનો સમય
(ફૂલછાબ
ન્યૂઝ)
રાજકોટ,
તા.10 : ગુજરાતમાં ખરીફ વાવણી અંતિમ તબક્કામાં પહોંચી છે. વાવણીની 84 ટકા જેટલી કામગીરી
પૂરી થઈ ગઈ છે અને હવે એરંડા, ગવાર, કઠોળમાં તુવેર કે શાકભાજી જેવા પાકનાં વાવેતર ચાલુ
છે. વાવણીમાં ગયા વર્ષ કરતા 4 ટકાની ખાધ છે અને સરેરાશ કરતા 16 ટકા ઓછી વાવણી થઈ છે.
જોકે હવે ફરીથી વરસાદની ચિંતા છે. કૃષિ વિભાગ દ્વારા ગુજરાતમાં 72.46 લાખ હેક્ટરમાં
વાવણી થયાનું નોંધવામાં આવ્યું છે. 10 ઓગસ્ટની સ્થિતિએ ગયા વર્ષમાં 74.85 લાખ હેક્ટર
વાવેતર હતું. જોકે સરેરાશ વિસ્તાર 85 લાખ હેક્ટરનો છે. કુલ વાવણીમાં મગફળી અને કપાસનો
હિસ્સો 57 ટકા કરતા વધારે છે.
કપાસ-મગફળી
ખેડૂતોની પહેલી પસંદ રહ્યા છે. કપાસનો વિસ્તાર સામાન્ય 23 લાખ હેક્ટર કરતા ઓછો 21.22 લાખ હેક્ટર છે પરંતુ
ગયા વર્ષ કરતા વધારે છે. પાછલાં વર્ષમાં 20.58 લાખ હેક્ટરમાં વાવણી હતી. મગફળીમાં
20.54 લાખ હેક્ટર સામે 20.40 લાખ હેક્ટરમાં વાવણી થઈ છે. મગફળી માટે પાછલું વર્ષ
22 લાખ હેક્ટરના રેકોર્ડબ્રેક વાવેતરનું હતું. જોકે આ વખતે ઓછું છે. તલનો વિસ્તાર
39,071 હેક્ટર સામે ફક્ત 14,581 હેક્ટર રહ્યો છે.
અલબત્ત,
દસેક દિવસથી વરસાદ ગાયબ થઈ ગયા પછી ભાગ્યે જ ક્યાંક વરસાદ પડી રહ્યો હોવાથી ખેડૂતોમાં
ચિંતા ફેલાઈ ગઈ છે. ખેડૂતો ફરી વરસાદના એક રાઉન્ડની ચાતક નયને રાહ જોઈ રહ્યા છે. સમયસર
વરસાદ પડશે તો ઉત્પાદનમાં ચોક્કસ વધારો થશે, વિપરિત સંજોગ ઉત્પાદનને નબળું પાડશે.
અડદનાં
વાવેતર ખૂબ સારાં થયાં છે. 84,500 હેક્ટરમાં અડદની વાવણી છે, જે ગયા વર્ષમાં 70,727
હેક્ટર હતું. સરેરાશ 82 હજાર હેક્ટરમાં વાવેતર થતું હોય છે. સોયાબીનનું વાવેતર 3 લાખ
હેક્ટરમાં છે, પાછલાં વર્ષમાં 2.73 લાખ હેક્ટરમાં હતું.
મકાઈનું
વાવેતર 2.68 લાખ હેક્ટર, તુવેરનું 2.38 લાખ
હેક્ટર અને ડાંગરનું 7.61 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. બાજરીનો વિસ્તાર 1.51 લાખ
હેક્ટર રહ્યો છે. ધાન્ય પાકમાં કુલ 11.99 લાખ હેક્ટરમાં વાવેતર છે. મકાઈનું 2.68 લાખ
હેક્ટરમાં વાવેતર છે.
કઠોળ
પાકોનું કુલ વાવેતર 3.57 લાખ હેક્ટર થયું છે. તુવેરનું 2.38 લાખ હેક્ટરમાં વાવેતર થયું
છે. વિસ્તાર ગયા વર્ષ કરતા ખાસ્સો વધી ગયો છે અને સરેરાશ વાવેતર અઢી લાખ હેક્ટરની નજીક
પહોંચ્યું છે. મગનું વાવેતર 25,301 હેક્ટર થયું છે.
‘િડજિટલ
ક્રોપ સર્વે’નો 15 ઓગસ્ટથી આરંભ
અમદાવાદ,તા.10:
ગુજરાતમાં 15 ઓગસ્ટના દિવસથી ડિજીટલ ક્રોપ સર્વેનો આરંભ કરવામાં આવશે. આ કામગીરી
45 દિવસ સુધી ચાલશે. ગુજરાતનાતમામ જિલ્લાઓના 18,197 ગામોમાં આવેલા ખેતીલાયક વિસ્તારના
આશરે 95 લાખથી વધુ સર્વે પ્લોટને આવરી લેવામાં
આવશે. સર્વેયરો દરેક ખેતર કેસર્વે નંબર પર રૂબરૂ જઈને ખેડૂતોએ વાવેતર કરેલા પાકના જીઓ-ટેગ્ડ
ફોટોગ્રાફ્સ સાથેની સચોટ માહિતી ડિજિટલ એપ્લિકેશન મારફત અપલોડ કરશે. ’ફાર્મર રજિસ્ટ્રી’માં
નોંધાયેલા ખેડૂતો સર્વેયરની રાહ જોયા વગર પોતાના મોબાઈલ ફોનમાં ‘િડજિટલ ક્રોપ સર્વે’
એપ્લિકેશન ડાઉનલોડ કરીને જાતે જ પોતાના પાકની નોંધણી કરી શકશે. 15 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર,
2026 સુધી સતત 45 દિવસ સુધી આ કામગીરી થશે.