ક્ષ વાવેતર વિસ્તાર નબળો અને હવે વરસાદ નહીં વરસતા ખેડૂતો માથે આફત
રાજકોટ, તા.20 (ફૂલછાબ ન્યૂઝ)
: કપાસનું વાવેતર પૂર્ણ થયાને પંદર દિવસનો સમય વિત્યો છે ત્યાં એક કરતા વધારે માર્કેટ
યાર્ડમાં નવા કપાસની આવક દેખાવા લાગી છે. બોટાદ, અમરેલી, સાવરકંડલા, રાજકોટ અને ભાણવડ
જેવા માર્કેટ યાર્ડમાં નાના જથ્થામાં કપાસ આવવા લાગ્યો છે, ક્યાંક મુહૂર્તના સોદા પણ
થઈ રહ્યા છે. અમરેલી યાર્ડમાં પાછલા સપ્તાહથી નિયમિત ઢબે કપાસની પરચૂરણ આવક થઈ રહી
છે. અલબત્ત, સમય કરતા વહેલી આવકને લીધે ખેડૂતોમાં આશ્ચર્ય છે. જોકે અત્યારે આગોતરા
કપાસ વાવેલા હતા તેની આવક થઈ રહી છે.
ગુજરાતમાં કપાસનું વાવેતર ગયાં
વર્ષના 20.68 લાખ હેક્ટર સામે 3 ટકા વધારે થઈને 21.35 લાખ હેક્ટર હોવાનું કૃષિ વિભાગે
નોંધ્યું છે. જોકે ખેડૂતોનો મત અલગ છે. ખેડૂતો કહે છેકે, બેથી ત્રણ તબક્કે વાવેતર થયાં
છે. ક્યાંક વધારે વરસાદ તો ક્યાંક વરસાદની તંગીને લીધે બગાડ પણ થયો છે. એ જોતાં વાવેતર
ગયાં વર્ષ કરતા વધારે નહીં ઓછું હોવું જોઈએ. વળી, અત્યારે પાણીની ખેંચથી કપાસનો વિકાસ
રુંધાય છે ત્યારે ઉત્પાદન આગલાં વર્ષથી ખાસ્સું ઘટશે તેમ ખેડૂત વર્ગ માને છે.
નવા કપાસના સોદા સરેરાશ રૂ.
1800-2000માં થાય છે. મુહૂર્ત માટે બોટાદમાં સપ્તાહના આરંભે સોમવારે રૂ. 6100 આસપાસનો
ભાવ પડયો હતો. જોકે નિયમિત વેપારો રૂ. 2 હજાર સુધી જ થાય છે. બીજી તરફ ન્યૂયોર્ક કોટન વાયદામાં બે દિવસથી
સારી તેજી થઈ રહી હોવાથી ખેડૂતોને ભાવ ઊંચે જવાનો આશાવાદ છે. વિદેશી બજાર વધે તો તેનો
ચોક્કસ ફાયદો મળશે પણ સામે આયાતી માલ લાવવો મુશ્કેલ બનશે.
સમગ્ર દેશમાં કપાસનું વાવેતર
107.30 લાખ હેક્ટરમાં થયું છે. સામાન્ય રીતે 115 લાખ હેક્ટરમાં થતું હોય છે, આ વર્ષે
વાવેતરમાં 7 ટકાનો ઘટાડો દેખાય છે.
કપાસની કુલ આવક ઘટીને બેથી ત્રણ
હજાર મણ સુધી પહોંચી ગઈ હતી તેમાં નવી આવકને લીધે હળવો વધારો થયો છે. માર્કેટ યાર્ડમાં
ચારથી પાંચ હજાર મણ કપાસ આવે છે. અલબત્ત, વરસાદ લાંબા સમયથી ખોવાઈ ગયો હોવાથી પાક પર
જોખમ છે. પિયતની સગવડ છે ત્યાં કોઈ તકલીફ નથી પણ મોટાભાગના તાલુકાઓમાં પાણીની સમસ્યા
સર્જાવા લાગી છે.