• શુક્રવાર, 21 ઑગસ્ટ, 2026

વઢવાણના અણીદ્રામાં પેટ્રોલ પંપની આડમાં ગેરકાયદે ડીઝલ વેચવાનું કૌભાંડ ખુલ્લું પડયું

સુરેન્દ્રનગર, તા.20 : જિલ્લામાં પેટ્રોલિયમ પદાર્થોના ગેરકાયદે વેચાણ સામે જિલ્લા પુરવઠા વિભાગે લાલ આંખ કરી છે. કલેક્ટર જી.એચ. સોલંકીના માર્ગદર્શન હેઠળ પુરવઠા અધિકારી એ.જી.ગજ્જર અને તેમની ટીમે વઢવાણના અણીદ્રા ગામે આવેલા ‘સત્યમ પેટ્રોલીયમ’ ખાતે સરપ્રાઈઝ ચાકિંગ હાથ ધરીને ગેરકાયદે ડીઝલ વેચાણનો પર્દાફાશ કર્યો હતો. તપાસ દરમિયાન પંપ પરથી એક મોબાઈલ મિનિ બ્રાઉઝર મળી આવ્યું હતું, જેના દ્વારા આસપાસના ગામડાઓમાં મંજૂરી વગર ડીઝલ પહોંચાડવામાં આવતું હતું.

પુરવઠા વિભાગની તપાસમાં ખુલાસો થયો છે કે આ મીની બ્રાઉઝર અને ડિસ્પેન્સિંગ યુનિટ માટે સંબંધિત તંત્ર પાસેથી જરૂરી પરવાના, ઙઊજઘ લાયસન્સ, સ્ટેમ્પિંગ કે કેલિબ્રેશન મેળવવામાં આવ્યા નહોતા. કાયદેસરની મંજૂરી વિના જ આ વેપાર ફૂલ્યો-ફાલ્યો હતો. ગેરરીતિ સામે આવતા જ અધિકારીઓએ સ્થળ પરથી મિનિ બ્રાઉઝર અને ડિસ્પેન્સિંગ યુનિટ-કિંમત રૂ.12,00,000, 900 લીટર ડીઝલ-કિંમત રૂ.88,920 સહિત કુલ રૂ.12,88,920નો મુદ્દામાલ સીઝ કર્યો છે. પેટ્રોલ-ડીઝલના વેચાણમાં લાયસન્સ અને માપ-તોલના નિયમોનું પાલન થાય છે કે નહીં તે ચકાસવા પુરવઠા વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ આવી આકસ્મિક તપાસ ચાલુ રાખવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક